74th Republic Day/ બોટાદમાં 74માં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી,રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ધ્વજવંદન કર્યું

ગુજરાતમાં પણ રાજ્યકક્ષાના ગણતંત્રની ઉજવણી આ વર્ષે બોટાદમાં કરવામાં આવી હતી

Top Stories Gujarat
74th Republic Day

  74th Republic Day:   આજે દેશભરમાં 74 ગણતંત્રની ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ રાજ્યકક્ષાના ગણતંત્રની ઉજવણી આ વર્ષે બોટાદમાં કરવામાં આવી હતી.બોટાદમાં પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં ભૂપેન્દ્ર પટેલ અને રાજયપાલ દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કર્યું હતું.આ ગણતંત્ર દિવસના પર્વ પર બોટાદમાં રાજયપાલે તિરંગો લહેરાવ્યો હતો.

આ પ્રસંગે (74th Republic Day)મુખ્યમંત્રીએ બોટાદ જિલ્લામાં વિકાસ કાર્યો માટે રૂ.5 કરોડની આપવાનો નિર્ણય કર્યો છે.આ સાથે તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, સૌ નાગરિકોને 74માં પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા..! આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓ અને બંધારણના ઘડવૈયાઓ દ્વારા દર્શાવેલા માર્ગ પર ચાલીને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ નું નિર્માણ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.

નોંધનીય છે કે આ વર્ષે (74th Republic Day) આપણે આઝાદીનો અમૃત મહોત્સવ પણ ઉજવી રહ્યા છીએ એટલે પણ પ્રજાસત્તાક દિન 2023 ના રાષ્ટ્રીય પર્વનું મહત્વ ઘણું વધી જાય છે તમામ સરકારી કચેરીઓ અને શાળાઓમાં ધ્વજ વંદન અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણ કરવામાં આવ્યું છે.આજે રાજયમાં જુદા જુદા જિલ્લાઓમાં પ્રજાસતાક દિન પર્વની ઉજવણી થઇ રહી છે. આ વર્ષે મંત્રીઓની સંખ્યા ઓછી હોવાથી અનેક જિલ્લાઓમાં મંત્રીના બદલે જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું છે.

Republic day/આજે 74 પ્રજાસત્તાક દિવસ નિમિત્તે કર્તવ્ય પથ જોવા મળશે સેનાની તાકાત અને દેશની સંસ્કૃતિ