Not Set/ દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને મળી ઉકળાટથી રાહત

5 જુલાઇની રાત્રે દિલ્હીમાં ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો પ્રસરી છે. વળી તાપમાનનો પારો પણ ગગડી ગયો છે. આ સાથે રવિવારે સવારે દિલ્હીવાસીઓને ગરમીથી થોડી રાહત મળી હતી. રવિવારે પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં સવારે 5.30 વાગ્યે 33.6 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પાલમ […]

India
df99acb486a1a1adf2021807094edc3b 1 દિલ્હીમાં ભારે પવન સાથે વરસાદ, લોકોને મળી ઉકળાટથી રાહત

5 જુલાઇની રાત્રે દિલ્હીમાં ભારે પવન અને વરસાદને કારણે વાતાવરણમાં ઠંડકનો પ્રસરી છે. વળી તાપમાનનો પારો પણ ગગડી ગયો છે. આ સાથે રવિવારે સવારે દિલ્હીવાસીઓને ગરમીથી થોડી રાહત મળી હતી. રવિવારે પણ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યુ છે.

હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં સવારે 5.30 વાગ્યે 33.6 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે પાલમ સ્ટેશનમાં 43.4 વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર, 15 મીમીથી ઓછા વરસાદને સામાન્ય માનવામાં આવે છે, 15 મીમીથી 64.5 મીમીથી વધારે હોય તેને મધ્યમ વરસાદ માનવામાં આવે છે અને 64.5 મીમીથી વધુ વરસાદને ભારે વરસાદ તરીકે માનવામાં આવે છે.

દિવ્હીમાં ભેજનું પ્રમાણ પણ 100 ટકા પર પહોંચી ગયું છે. હવામાન વિભાગનાં પ્રાદેશિક આગાહી કેન્દ્રનાં વડા કુલદીપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આગામી ત્રણથી ચાર દિવસ વધુ વરસાદ થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું હતું કે બુધવાર સુધી મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી આવી શકે છે. આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં ચોમાસુ 25 જૂને પહોંચ્યો હતો. આ વખતે રાષ્ટ્રીય રાજધાનીમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.