ગાંધીનગર/ પોલીસ ‘ગ્રેડ પે’નાં મહાઆંદોલનમાં હવે આવ્યો રાજકીય વળાંક

ગત રાત્રિએ પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો, અને મોટી સંખ્યામાં લોકો તેના સમર્થનમાં દોડી આવ્યા હતા.

Top Stories Gujarat Others
પોલીસ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યા

મોંઘવારીએ જ્યા હવે લોકોનાં ખિસ્સાને કોતરવાનું શરૂ કરી દીધુ છે, ત્યારે પગાર વધારાને લઇને મુદ્દો ગરમાય તો નવાઇ નહી. આવી જ એક માંગ સાથે પોલીસનો એક જવાન ગાંધીનગર વિધાનસભા આગળ ધરણા પર પ્રદર્શન કરી સૌ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું છે.

આ પણ વાંચો – Covid-19 / રશિયામાં કોરોનાથી હાહાકાર, રાષ્ટ્રપતિ પુતિને આગામી સપ્તાહને ‘નોન વર્કિંગ વીક’ જાહેર કર્યુ

આપને જણાવી દઇએ કે, છેલ્લા ઘણા સમયથી પોલીસકર્મીઓનાં ગ્રેડ પેની માંગણીનાં મુદ્દે ચર્ચાઓ થઇ રહી હતી, પરંતુ જ્યારે સરકાર દ્વારા કોઇ ધ્યાન દેવામાં ન આવતા હવે એક પોલીસ હેડ કોન્સ્ટેબલે ગાંધીનગર વિધાનસભા આગળ ધરણા પર બેસવાનું નક્કી કર્યુ, જે બાદ તેને સોશિયલ મીડિયા પર પણ મોટી સંખ્યામાં સમર્થન મળતુ દેખાયુ. જો કે હવે ગ્રેડ પે નાં મામલે સોશિયલ મિડીયા સુધી મર્યાદિત રહેલું આંદોલન વિધાનસભા સુધી પહોંચ્યું છે. જેમાં બાપુનગર પોલીસ  સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વિધાનસભા પાસે ગ્રેડ પેની માંગણી સાથે ધરણા શરૂ કર્યા હતા. જેના કારણે તંત્ર દોડતુ થઇ ગયું હતુ અને કોન્સ્ટેબલની અટકાયત કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ગત રાત્રિએ પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાની અટકાયત કરવામાં આવતા મામલો ગરમાયો હતો, અને મોટી સંખ્યામાં લોકો તેના સમર્થનમાં દોડી આવ્યા હતા. હવે આ સમગ્ર મામલાએ રાજકીય રંગ લઇ લીધો છે. મોડી રાત્રિએ કોંગ્રેસ અને AAP નાં મોટી સંખ્યામાં કાર્યકરો હાર્દિક પંડ્યાનાં સમર્થનમાં આવી ગયા હતા. જો કે મળી રહેલી માહિતી અનુસાર હાર્દિક પંડ્યાની અટકાયત બાદ હવે તેને છોડી દેવામાં આવ્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડ્યાનાં સમર્થનમાં મોડી રાત્રિએ વિપક્ષનાં નેતા પરેશ ધાનાણી કાર્યકરો સહિત દોડી આવ્યા હતા.

આ પણ વાંચો – વિરોધ પ્રદર્શન / ખેડૂતોના આંદોલનને 11 મહિના પૂર્ણ,આજે સવારે 11 વાગ્યાથી દેશભરમાં વિરોધ પ્રદર્શન

જણાવી દઇએ કે, હેડ કોન્સ્ટેબલ હાર્દિક પંડયાએ જણાવ્યું કે તે વર્ષ 2009થી પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે અને પાંચ વર્ષ ફિક્સ પે માં પણ કામ કર્યું હતું. ગુજરાતનાં તમામ સરકારી વિભાગની સરખામણી કરવામાં આવે તો પોલીસ વિભાગનુ રીતસરનું શોષણ કરવામાં આવે છે. પોલીસના કામના કલાકો નક્કી નથી, પગાર ઓછો છે અને શિસ્તનું કારણ આગળ ધરીને તેમની માંગણીને પુરી કરવામાં આવતી નથી. ઉલ્લેખનીય છે કે પોલીસનાં રજા પગાર, પે ગ્રેડ અને કામના કલાકો બાબતને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે. શિક્ષકોને 7,800નો પે ગ્રેડ સરકારે મંજૂરી કરતા પોલીસ વિભાગમાં શરૂ થયેલો સળવળાટ મોટુ સ્વરૂપ લઈ રહ્યો છે..જેમાં કોન્સ્ટેબલને રૂ. 2800, હેડ કોન્સ્ટેબલ માટે 3600 અને એએસઆઈ માટે 4,400ના પે ગ્રેડની માંગણી કરવામાં આવી રહી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…