દેશવ્યાપી હડતાળ/ આજથી ટ્રેડ યુનિયનની બે દિવસની દેશવ્યાપી હડતાળ,આ સેવાઓ પ્રભાવિત થશે,જાણો

બેંકિંગ, રોડવેઝ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ બંધમાં ભાગ લેશે. આ બંધના કારણે 28-29 માર્ચે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે

Top Stories India
2 47 આજથી ટ્રેડ યુનિયનની બે દિવસની દેશવ્યાપી હડતાળ,આ સેવાઓ પ્રભાવિત થશે,જાણો

કેન્દ્રીય ટ્રેડ યુનિયન દ્વારા ભારત સરકારની નીતિઓના વિરોધમાં 28 અને 29 માર્ચે બંધનું એલાન આપવામાં આવ્યું છે. સોમવારે પશ્ચિમ બંગાળ, કેરળ સહિત કેટલાક રાજ્યોમાં બંધની અસર દેખાવા લાગી છે. હાવડામાં કર્મચારીઓ રસ્તા પર ઉતરી ગયા અને તેને બંધ કરી દીધો. યુનિયનનું કહેવું છે કે આ બંધ સરકારની કર્મચારીઓ, ખેડૂતો અને સામાન્ય નાગરિકોને અસર કરતી નીતિઓના વિરોધમાં બોલાવવામાં આવ્યો છે.બે દિવસની દેશવ્યાપી હડતાળ આપવામાં આવી છે.

કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ 28 અને 29 માર્ચે ભારત બંધનું એલાન આપ્યું છે. મોદી સરકારની નીતિઓ વિરુદ્ધ આ બંધનું એલાન આપવામાં આવી રહ્યું છે. બેંકિંગ, રોડવેઝ, વીમા અને નાણાકીય ક્ષેત્રના કર્મચારીઓ પણ આ બંધમાં ભાગ લેશે. આ બંધના કારણે 28-29 માર્ચે બેંકિંગ સેવાઓ પ્રભાવિત થઈ શકે છે.

કહેવામાં આવી રહ્યું છે કે બંધને કારણે બેંક, રેલવે-રોડ ટ્રાન્સપોર્ટ અને વીજળી જેવી સેવાઓ પર અસર પડી શકે છે. સેન્ટ્રલ ટ્રેડ યુનિયને એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન્સ અને રિજનલ એસોસિએશને તાજેતરમાં દિલ્હીમાં એક બેઠક યોજી હતી. જેમાં ભારત બંધની તૈયારીઓ અંગે માહિતી લેવામાં આવી હતી. યુનિયનના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની જનવિરોધી અને રાષ્ટ્ર વિરોધી નીતિઓ સામે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે.

હરિયાણામાં હડતાળના કારણે 3000 બસોની ગતિ ઠપ્પ થઈ ગઈ હતી. હરિયાણામાં રોડવેઝ કર્મચારીઓ અનેક માંગણીઓ માટે લાંબા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે. જૂના પેન્શનની પુનઃસ્થાપના, કાચા કર્મચારીઓને કાયમી કરવા અને ખાનગીકરણ સામે બંધનું એલાન આપવામાં આવ્યું છે