Not Set/ મસ્કતમાં શિવભક્ત મોદી, દેવાધિદેવના ચરણમાં ઝુકાવ્યું શીશ

ઓમાન, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રાના અંતિમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાન પહોચ્યા હતા. ઓમાનની યાત્રાના બીજા દિવસે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમની શરૂઆત બિઝનેસ મીટિંગ સાથે કરી હતી. ત્યારબાદ દેશની જેમ વિદેશમાં પણ પ્રધાનમંત્રી મોદીની શિવભક્તિ જોવા મળી હતી. સોમવારે તેઓ મસ્કટમાં આવેલા ૨૦૦ વર્ષ જૂના ભગવાન શિવના મંદિરે પહોચ્યા હતા. શિવમંદિરમાં તેઓએ […]

Top Stories
DV0Z zSU0AA8YRr મસ્કતમાં શિવભક્ત મોદી, દેવાધિદેવના ચરણમાં ઝુકાવ્યું શીશ

ઓમાન,

પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રાના અંતિમ પડાવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓમાન પહોચ્યા હતા. ઓમાનની યાત્રાના બીજા દિવસે પીએમ મોદીએ પોતાના કાર્યક્રમની શરૂઆત બિઝનેસ મીટિંગ સાથે કરી હતી. ત્યારબાદ દેશની જેમ વિદેશમાં પણ પ્રધાનમંત્રી મોદીની શિવભક્તિ જોવા મળી હતી. સોમવારે તેઓ મસ્કટમાં આવેલા ૨૦૦ વર્ષ જૂના ભગવાન શિવના મંદિરે પહોચ્યા હતા. શિવમંદિરમાં તેઓએ દેવાધિદેવના ચરણમાં શીશ ઝુકાવ્યું હતું તેમજ પૂજા-અર્ચના પણ કરી હતી.

પીએમ નરેન્દ્ર મોદી જે શિવમંદિરમાં દર્શનાર્થે પહોચ્યા હતા. ત્યાં આ સમયે ભારતીય મૂળના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મંદિરની બહાર મોદી-મોદીના નારા લાગ્યા હતા.

ઓમાન પહોચ્યા બાદ PM મોદીએ સોમવારે સુલ્તાનની સાથે સાથે ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓફ કાઉન્સિલ સૈયદ ફયદ બિન મહમૂદ અલ સૈયદ સાથે પણ મુલાકાત કરી હતી. આ પહેલા પીએમ મોદીએ ઓમાનમાં ભારતીય મૂળના લોકોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, સરકારના ૪ વર્ષ થયા છે, પરંતુ કોઈ કહી નહિ શકતું કે મોદી કેટલું લઇ ગયા. ભારતમાં હવે પરિવર્તનનો સમય ચાલી રહ્યો છે. સરકારની નીતિઓ લોકો સુધી પહોંચી રહી છે.

મહત્વનું છે કે, પશ્ચિમ અશિયાઈ દેશોની ચાર દિવસીય વિદેશ યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે રાત્રે યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) પહોંચ્યા હતા. પીએમ મોદીએ અબુધાબીના યુવરાજ મોહમ્મદ બિન જાયદ-અલ નાહ્યાન સાથે વાતચીત કરી હતી. ત્યરબાદ રવિવારે તેઓ ભારતીય મૂળના લોકોને સંબોધવા માટે દુબઈના ઓપેરા હાઉસ ખાતે પહોચ્યા હતા અને ભારતીય મૂળના લોકોને સંબોધ્યા હતા.