Not Set/ બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાના પાણીથી ખેડૂતો આજે પણ વંચિત

બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલા વાવ સુઇગામ પંથકમાં સિંચાઇ માટે નર્મદા કેનાલના પાણીની રાહ ખેડૂતો આતુરતાથી જોઇ રહયા છે. ચોમાસુ પાક ન થતાં શિયાળાની ઋતુમાં રવીપાકના વાવેતર માટે હજારો હેક્ટરમાં ખેડુતોએ મોંઘા ભાવનું બિયારણ કાચું સોનુ ગણાતુ જીરૂં ખેતરોમાં નાખી દેવામાં આવ્યું છે અને આ પાકમાં ખેડૂતો આખા વર્ષનું પરિવારનું ગુજરાન ચલાવવાનું સપનું જોઈ […]

Top Stories Gujarat Others Videos
744503 rupanivijay 040518 5 બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદાના પાણીથી ખેડૂતો આજે પણ વંચિત

બનાસકાંઠા,

બનાસકાંઠા જિલ્લાના છેવાડા વિસ્તારમાં આવેલા વાવ સુઇગામ પંથકમાં સિંચાઇ માટે નર્મદા કેનાલના પાણીની રાહ ખેડૂતો આતુરતાથી જોઇ રહયા છે.

ચોમાસુ પાક ન થતાં શિયાળાની ઋતુમાં રવીપાકના વાવેતર માટે હજારો હેક્ટરમાં ખેડુતોએ મોંઘા ભાવનું બિયારણ કાચું સોનુ ગણાતુ જીરૂં ખેતરોમાં નાખી દેવામાં આવ્યું છે અને આ પાકમાં ખેડૂતો આખા વર્ષનું પરિવારનું ગુજરાન ચલાવવાનું સપનું જોઈ રહ્યા છે.

પરંતુ આ વિસ્તારના ખેડુતોને એક માસ વિતવા છતાં હજુ નર્મદાનું પાણી મળ્યું નથી આથી જગતના તાત ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાયા છે  કેનાલમાં પાણીના મળતાં ખેડૂતો માં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વાવના રાછેણા, ગોલગામ, ચોથરનેસડા, આછુવા,  જેવા  ગામોને હજુ સિંચાઈનું પાણી ન મળતા ખેડુતોને ઉપર આભ નીચે ધરતી વચ્ચે જગતનો તાત પીસાઈ રહ્યો છે ત્યારે સરકાર તેમજ નર્મદા વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે તમામ જગ્યાએ પાણી આપવામાં આવ્યું છે.

સરહદિ વિસ્તારના ખેડુતોની વ્યથા જોઈને તમે પણ ચોંકી ઉઠશો ખેડુતોએ પોતાના કપરા જીવનની વેદના મીડિયા સમક્ષ કહી હતી  ખેડુતોના કોરા ધાકોર ખેતરો જોવા મળે છે.