આંકડાઓ કહે છે કે ગુજરાતમાં સગીરો પર જાતીય હુમલાઓ ઘણાં વધી ગયા છે. પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુલ ઓફેન્સિસ (પોક્સો) હેઠળ ગુજરાતમાં 3 વર્ષમાં 3630 કેસ નોંધાયા છે. પોકસો હેઠળ બનતા કેસોમાં 2016ની સરખામણીમાં 2017માં 20 ટકા કેસો વધી ગયા છે.હાલ ચાલી રહેલ રાજ્યસભાના સત્રમાં આ આંકડો સામે આવ્યો હતો.
રાજ્યસભામાં પૂછાયેલ સવાલના જવાબમાં સામે આવી રહેલ વિગતો પ્રમાણે સગીરો પર જાતીય હુમલાઓના કેસોમાં ગુજરાત દેશમાં પાંચમા નંબર પર છે.2017માં પોકસો હેઠળ નોંધાયેલા કેસોમાં મહારાષ્ટ્ર (5,248),ઉત્તર પ્રદેશ (4,895),વેસ્ટ બંગાળ(2,131) અને કર્ણાટક (1,956) કેસો નોંધાયા છે.
2017માં ગુજરાત પાંચમા નંબરે રહેતા અહીં 1,697 કેસો નોંધાયા છે,જ્યારે 2016માં રાજ્યમાં 1,408 કેસો નોંધાયા હતા અને દેશમાં તેનો 12મો ક્રમ હતો.
આ પૈકી પોક્સો હેઠળના 697 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે. સમગ્ર દેશમાં વર્ષ 2016માં નોંધાયેલા 34449 કેસમાંથી 9931 નો નિકાલ, 2015માં નોંધાયેલા 34505 કેસમાંથી 10776 કેસનો નિકાલ જ્યારે 2016માં નોંધાયેલા 36022 કેસમાંથી 11121 કેસનો નિકાલ થયો છે.
વર્ષ 2016 માં ઉત્તર પ્રદેશમાં પોક્સો હેઠળ સૌથી વધુ 4954૪, મહારાષ્ટ્રમાં 4815 અને મધ્ય પ્રદેશમાં 4917 કેસ નોંધાયા હતા. પોક્સો હેઠળ જે રાજ્યમાં સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ગુજરાત 2014માં 16માં, 2015માં છઠ્ઠા જ્યારે 2016માં 12મા ક્રમે હતું.
મહિલા બાળ વિકાસ મંત્રાલયે તેમના ઉત્તરમાં જણાવ્યું છે કે, ‘એનસીઆરબીના અહેવાલના આધારે આ આંકડા રજૂ કરાયા છે. વર્ષ 2017 કે ત્યારબાદના આંકડા એનસીઆરબી દ્વારા જારી કરાયા નથી. કેમકે, આ વર્ષોના સંબધિત આંકડામાં વિસંગતતા જોવા મળી હતી. જેના કારણે આ આંકડાઓની રાજ્ય સરકાર પાસે ખરાઇ કરાવવામાં આવી રહી છે. ‘
ગુજરાતમાં ‘પોક્સો’ હેઠળ નોંધાયેલા કેસ?
વર્ષ | કેસ નોંધાયા | કેસનો નિકાલ |
2014 | 613 | 103 |
2015 | 1609 | 291 |
2016 | 1408 | 303 |
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.