અમદાવાદ/ કોરોનાના કેસ વધતા AMCનો મોટો નિર્ણય, SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ શરૂ કરાશે

SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ સાથે શરુ કરવામાં આવી છે. આ હોસ્પીટલમાં હાલ પુરતી અન્ય સેવાઓ બંધ કરવામાં આવી છે

Top Stories Ahmedabad Gujarat
svp1 કોરોનાના કેસ વધતા AMCનો મોટો નિર્ણય, SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ શરૂ કરાશે

અન્ય સેવાઓ કરાશે બંધ

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે અજગરી ભરડો લીધો છે. રાજ્યના ચાર મહાનગરોમાં સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ ખાતે પણ કોરોના કેસમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેને લઇ અમદાવાદા મનપા હરકતમાં આવ્યું છે.

અમદાવાદ શહેરમાં વધતા કોરોના કેસને પગલે મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. SVP હોસ્પિટલ સંપૂર્ણ કોવિડ સાથે શરુ કરવામાં આવી છે. આ હોસ્પીટલમાં હાલ પુરતી અન્ય સેવાઓ બંધ કરવામાં આવી છે. શહેરમાં વધતા કોરોના સંક્રમણને લઈને મનપા દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ કોરોના કેસમાં ઘટાડો નોધાતા અન્ય સેવાઓ શરૂ કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે રાજ્યમાં વધતા કોરોના કેસને લઇ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારને રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં વધતા જતા કોરોના કેસ મામલે સરકારને ટકોર કરવાની ફરજ પડી છે.

ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 થી 4 દિવસ કર્ફયૂ લગાવવા સરકારને નિર્દેશ કરવામાં આવ્યા છે. તો સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા વિકેન્ડ કર્ફયૂ મુદ્દે જરૂરી નિર્ણય લેવા પણ સરકારને ટકોર કરવામાં આવી છે. તો સાથે રાજ્યમાં યોજાતા રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા આદેશ કરવામાં આવ્યો છે. હાલની સ્થિતિ લોકડાઉનની જરૂર પડે તેવી હોવાનું જણાવ્યું છે. આ સિવાય રાજ્ય સરકારને કડક કાર્યવાહી કરીને કોરોનાને અટકાવવા જરૂરી પગલાં લેવા પણ નિર્દેશ કરાયો છે.

વધુમાં સુરતમાં વધતા કોરોના કેસને લઇ ગુજરાત સરકારના આરોગ્ય સચિવ જયંતિ રવિ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહીત તમામ સુરત પહોચ્યા છે. અને તાકીદની બેઠક બોલાવી છે. કલેક્ટરથી લઈને પાલિકા કમિશનર, આરોગ્ય વિભાગ સાથે જોડાયેલા તમામ ઉચ્ચઅધિકારીઓ સાથે બેઠક યોજી છે. અને કોર કમિટીની બેઠક બાદ રાજ્યમાં લોકડાઉન કે કર્ફ્યું અંગે નિર્ણય લેવા જણાવ્યું છે.