Not Set/ ભાજપની છઠ્ઠી અને છેલ્લી યાદી જાહેર થઇ,જાણો કોને મળી ટીકીટ

  અમદાવાદ વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપમાં ઉમેદવારોના આખરી લીસ્ટને લઇને રવિવાર મોડી રાત સુધી સસપેન્સ જામેલું રહ્યું હતું.જો કે આખરે ભાજપે તેનું છઠ્ઠુ લીસ્ટ જાહેર કર્યું હતું.આ લીસ્ટમાં વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત એવા અનેકને ટીકીટ મળી હતી જેમના માટે મનાતું હતું કે તેઓ કપાઇ જશે.આ યાદીમાં સિધ્ધપુરમાંથી જયનારાયણ વ્યાસ અને બેચરાજીમાંછી રજનીભાઇ પટેલ જેવા […]

Gujarat
bjp ભાજપની છઠ્ઠી અને છેલ્લી યાદી જાહેર થઇ,જાણો કોને મળી ટીકીટ

 

અમદાવાદ

વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપમાં ઉમેદવારોના આખરી લીસ્ટને લઇને રવિવાર મોડી રાત સુધી સસપેન્સ જામેલું રહ્યું હતું.જો કે આખરે ભાજપે તેનું છઠ્ઠુ લીસ્ટ જાહેર કર્યું હતું.આ લીસ્ટમાં વાઘોડિયાના બાહુબલી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સહિત એવા અનેકને ટીકીટ મળી હતી જેમના માટે મનાતું હતું કે તેઓ કપાઇ જશે.આ યાદીમાં સિધ્ધપુરમાંથી જયનારાયણ વ્યાસ અને બેચરાજીમાંછી રજનીભાઇ પટેલ જેવા જુના જોગીઓ સહિત વિરમગામમાંથી કોંગ્રેસના આયાતી ઉમેદવાર તેજશ્રીબહેન પટેલને ટીકીટ આપવામાં આવી છે.આ યાદીમાં અમદાવાદની સાત સીટોના ઉમેદવારોના નામ પણ જાહેર કરવામાં આવ્યા છે જેમાં છેલ્લી ઘડી સુધી કશ્મકશ હતી.

અહીં આ બીજેપીનું છઠ્ઠુ લીસ્ટ આપવામાં આવ્યું છે.

પાલનપુર- લાલજી પ્રજાપતિ

ડીસા- શશીકાંત પંડ્યા

રાધનપુર- લવિંગજી ઠાકોર

સિદ્ધપુર- જયનારાયણ વ્યાસ

વિસનગર- ઋષિકેશ પટેલ

બેચરાજી- રજનીભાઇ પટેલ

બાયડ- અદેસિંહ માનસિંહ ચૌહાણ

ગાંધીનગર દક્ષિણ- શંભુજી ઠાકર

ગાંધીનગર ઉત્તર- અશોકભાઇ પટેલ

કલોક- ડૉ. અતુલભાઇ પટેલ

વિરમગામ- ડૉ. તેજશ્રીબેન પટેલ

સાણંદ- કનુભાઇ મકવાણા

ઘાટલોડિયા- ભૂપેન્દ્રભાઇ પટેલ

વેજલપુર- કિશોરભાઇ ચૌહાણ

એલિસબ્રિજ- રાકેશભાઇ શાહ

નારણપુરા- કૌશિકભાઇ પટેલ

બાપુનગર- જગરૂપસિંહ રાજપુત

અમરાઇવાડી- એચ.એસ. પટેલ

દરિયાપુર- ભરતભાઇ બારોટ

મણિનગર- સુરેશભાઇ પટેલ

દાણીલીમડા- જીતુભાઇ વાધેલા

સાબરમતી- અરવિંદભાઇ પટેલ

અસારવા- પ્રદિપભાઇ પરમાર

બોરસદ- રમણભાઇ સોલંકી

આણંદ- યોગેશભાઇ પટેલ

પેટલાદ- સી.ડી. પટેલ

મહુધા- ભારતસિંહ પરમાર

કપડવંજ- કનુભાઇ ડાભી

લુણાવાડા- જુવાનસિંહ ચૌહાણ

લીમખેડા- શૈલેષભાઇ ભાભોર

વાઘોડીયા- મધુભાઇ શ્રીવાસ્તવ

છોટાઉદેપુર- જસુભાઇ રાઠવા

સયાજીગંજ- જીતુભાઇ સુખડિયા