Not Set/ સુરત / કચરા પેટીને “ભાજપ ભંડોળ પેટી” ગણાવતા પોસ્ટર લાગ્યા

સુરતમાં કચરા પેટી કૌભાંડ વધુ વકર્યું  છે.  કોંગ્રેસના નેતાએ કચરા પેટીને “ભાજપ ભંડોળ પેટી” ગણાવતા પોસ્ટર લગાવ્યા છે.  કોંગ્રેસ નેતા અનુપ રાજપૂતે વિવાદીત પોસ્ટર લગાવતા રાજકારણ ગરમાયું છે. શહેરમાં ઠેર ઠેર કચરાપેટી પર “ભાજપ ભંડોળ પેટી”ના પોસ્ટર લગાવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે. સુરત/ ભાજપના MLA હર્ષ સંઘવીનો મનપાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ ઉલ્લેખનીય છે […]

Gujarat Surat
m j library 1 સુરત / કચરા પેટીને “ભાજપ ભંડોળ પેટી” ગણાવતા પોસ્ટર લાગ્યા

સુરતમાં કચરા પેટી કૌભાંડ વધુ વકર્યું  છે.  કોંગ્રેસના નેતાએ કચરા પેટીને “ભાજપ ભંડોળ પેટી” ગણાવતા પોસ્ટર લગાવ્યા છે.  કોંગ્રેસ નેતા અનુપ રાજપૂતે વિવાદીત પોસ્ટર લગાવતા રાજકારણ ગરમાયું છે. શહેરમાં ઠેર ઠેર કચરાપેટી પર “ભાજપ ભંડોળ પેટી”ના પોસ્ટર લગાવતા વિવાદ વધુ ઘેરો બન્યો છે.

સુરત/ ભાજપના MLA હર્ષ સંઘવીનો મનપાના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આક્ષેપ

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં સ્વચ્છતા અભિયાન માટે મુકવામાં આવેલી કચરા પેટીમાં પાલિકાના અધિકારીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ ખુદ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી દ્વારા કરતા હોબાળો મચી ગયો છે. સુરત પાલિકાની સંકલન બેઠકમાં ભાજપના હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, કોઇ પણ જાતની ટેન્ડરીંગની પ્રક્રિયા કર્યા વગર 3 કરોડ રૂપિયાની કચરા પેટી ખરીદી લેવામાં આવી હતી.

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે મેં સુરત મહાનગરપાલિકાના કમિશનર પાસે  અપીલ કરી હતી કે મનપા દ્વારા રોડ પર કચરાપેટીઓ મૂકવામાં આવી છે તે થોડા દિવસમાં ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. કેટલાક અધિકારીઓએ 3 કરોડના કોન્ટ્રાક્ટને 15-15 લાખ રૂપિયાના ટૂકડાંમાં વહેંચી અને ઝોન મુજબ વહેંચી દીધા હતા. તેની તપાસ કરવામાં આવે તેવી મારી માંગણી છે”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે… 

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.