કોઈ પણ સુંદર ઐતિહાસિક જગ્યાએ જઈએ તો આપણે યાદ ને આપણી સ્મૃતિમાં ફોટોના રૂપે સંગ્રહ કરવા માંગતા હોઈએ છીએ. પરંતુ પહેલા ભારતમાં આવા સ્થળોએ ફોટો લેવા પર પ્રતિબંધ હતો. જેથી લોકો ઉદાસ થઇ જતા અને ખાલી હાથ પાછા ફરતા. પરંતુ એક ખુશખબર એ છે કે હવે તમે આ સ્થળોએ ફોટો ખેચી શકો છો અને તમારી યાદીમાં એને હમેશા માટે સાચવી શકો છો.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત પુરાતત્વના મહત્વના સ્થળોના પરિસરમાં ફોટોગ્રાફી માટે મંજુરી આપી છે. જેથી હવે તમે ખુબ બધા ફોટા લઇ શકો છો અન એ પણ પરિસરમાં જ. આ બદલાવ ત્યારે આવ્યો જયારે આપણા પ્રધાનમંત્રી દ્વારા આવા નિયમ પર સવાલો ઉઠાવામાં આવ્યા.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) એ કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત પુરાતત્વના ના મહત્વના 3 સ્થળો સિવાય બીજા બધા સ્થળે ફોટો પડવાની મંજુરી આપી છે. તાજમહેલ, અજંતાની ગુફાઓ અને લેહ પેલેસ ને છોડીને ટુરિસ્ટ કોઈ પણ જગ્યાએ ફોટો પડાવી શકે છે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રીએ લોકોને પુરાતત્વીક વારસાના રક્ષણ માટે યોગદાન કરવા અપીલ કરી છે અને સાથે સાથે એ નિયમો પર સવાલ પણ ઉઠાવ્યા જે લોકોને અમુક સ્થળોના ફોટા લેવાથી રોકતા હતા.
કેન્દ્રીયમંત્રી મહેશ શર્મા એ ટ્વીટ કર્યું કે આજે સવારે પીએમ મોદીના વિઝન થી પ્રેરણા અને માર્ગદર્શન લીધું. હવે અજંતાની ગુફાઓ, લેહ પેલેસ અને તાજમહેલ ના મકબરા સિવાય કેન્દ્ર સરકાર દ્વારા સંરક્ષિત બધા પુરાતત્વના મહત્વના સ્થળોએ ફોટોગ્રાફીની મંજુરી હશે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ 3686 પ્રાચીન સ્મારકો અને પુરાતત્વીક સ્થળો અને રાષ્ટ્રીય મહત્વના અવશેષોનું જતન કરે છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી એ કહ્યું કે યુવાઓને પર્યટન ગાઈડ તરીકે તાલીમ આપવાથી માત્ર રોજગારી વધશે એટલું જ નહિ પણ લોકોને પુરાતત્વીક સ્થળો પ્રત્યે રૂચી વધશે.ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નવા બનેલા મુખ્યાલય ભવનના ઉદઘાટન સમયે મોદી એ કહ્યું કે કે દેશમાં પુરાતત્વીક વારસા ના જતન અને સુરક્ષા માટે લોકોની ભાગીદારી જરૂરી છે.
એમણે વધુમાં કહ્યું કે, જો લોકોમાં પોતાના વારસા પ્રત્યે ગર્વ ની લાગણી નહિ હોય તો એની સુરક્ષા નહિ કરી શકાય. આ કાર્યથી કોર્પોરેટ ક્ષેત્રોને પણ જોડી શકાય જ્યાં લોકો સ્વચ્છાએ થોડા કલાકો નું યોગદાન કરી શકે છે. એમણે સલાહ આપી કે, ઐતિહાસિક સ્થળો વાળા 100 શહેરોમાં સ્કુલોના અભ્યાસમાં સ્થાનીય પુરાતત્વીક સ્થળો વિશેની માહિતી શામિલ કરી શકાય છે. વિધાર્થીઓને એના વિષે વાચવા મળશે. એમણે આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગ અમુક સ્થળોએ લોકોને ફોટો પાડવા માટે કેમ મંજુરી નથી આપતી.