Increment/ નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો

ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે.

Gujarat
Beginners guide to 2024 03 16T150043.327 નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કરાર આધારિત કર્મચારીઓના પગારમાં વધારો

Gujarat News: NHM અંતર્ગત કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓ માટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનો હિતલક્ષી નિર્ણય

નેશનલ હેલ્થ મિશન (NHM) અંતર્ગત કાર્યરત ટેકનીકલ અને નોન ટેકનિકલ સંવર્ગના કરાર આધારિત કર્મચારીઓનો પગારમાં ૨૫% વધારો કરાયો

૧૦૦ જેટલી કેડરમાં કરાર આધારિત સેવારત કર્મીઓના પગાર અને લધુત્તમ વેતનમાં વધારો કરાયો

અંદાજિત ૨૬,૦૦૦ જેટલા કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે

તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે NHM હેઠળ કાર્યરત કરાર આધારિત આરોગ્ય કર્મીઓના હિતલક્ષી સંવેદનશીલ નિર્ણય કરયો છે.

રાષ્ટ્રીય સ્વાસ્થ્ય મિશન હેઠળ ૧૧ માસના કરાર આધારિત કાર્યરત ટેકનિકલ અને નોન ટેકનિકલ સંવર્ગના આરોગ્ય કર્મીઓના પગારમાં ૨૫% નો વધારો કરાયો છે.

ટેકનિકલ અને નોન ટેકનિકલ ૧૦૦ જેટલી કેડરમાં પગાર અને લઘુત્તમ વેતનમાં વધારો કરાયો છે.

રાજ્યના અંદાજિત ૨૬,૦૦૦  થી વધુ આરોગ્ય કર્મીઓને આ નિર્ણયનો લાભ મળશે.

૧૧ મહિનાનો કરાર પૂર્ણ થતા પુન: નિમણૂક વખતે પાંચ ટકાનો વધારો આપવામાં આવશે.

તા.૧-૦૩-૨૦૨૪ ના ઠરાવથી આ નિર્ણય અમલી બનશે

આરોગ્ય કર્મીઓની લાગણીઓને કેન્દ્રમાં રાખીને સરકારે આ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

આ નિર્ણયથી સરકારની તિજોરી પર માસિક ₹ 18.15 કરોડ અને વાર્ષિક ₹ 217.484 કરોડનો બોજો પડશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોડાસામાં ભૂગર્ભ ગટરલાઈનમાં સ્કૂલવાન ખાબકી, સ્થાનિક રહેવાસીઓમાં આક્રોશ

આ પણ વાંચો:આવાસ કૌભાંડમાં કવા ગોલતર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ? મનપાને મળ્યો સહકાર

આ પણ વાંચો:‘ઇલેક્ટોરલ બોન્ડ એ વિશ્વનું સૌથી મોટું ખંડણી રેકેટ’, રાહુલ ગાંધીના ભાજપ પર આકરા પ્રહાર