નિવેદન/ સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ…

આપણો ગુજરાતનો મુખ્ય સરદાર સરોવર ડેમ કે જેના દ્વારા લાખો હેક્ટરમાં સિંચાઈનું પાણી આપીએ છીએ. તે ડેમમાં પણ દર વર્ષ કરતા અત્યારે ખૂબ જ ઓછું પાણી છે.ચાલુ વર્ષે વરસાદની ઘટ સર્જાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતા જણાવ્યું છે […]

Top Stories Gujarat
nitin patel સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ...

આપણો ગુજરાતનો મુખ્ય સરદાર સરોવર ડેમ કે જેના દ્વારા લાખો હેક્ટરમાં સિંચાઈનું પાણી આપીએ છીએ. તે ડેમમાં પણ દર વર્ષ કરતા અત્યારે ખૂબ જ ઓછું પાણી છે.ચાલુ વર્ષે વરસાદની ઘટ સર્જાતા ગુજરાતની માથે ગંભીર જળસંકટની સ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સમાં નિવેદન આપતા જણાવ્યું છે કે, સરદાર સરોવર ડેમમાં 1 વર્ષ પીવાનું પાણી મેળવી શકાય તેટલો સ્ટોક છે.

Narmada dam to be filled only up to 131m: Nitin Patel | Ahmedabad News -  Times of India

જવાબદાર કોણ ? / બોપલમાં ભેખડ ધસી પડતા 2 મજૂરનાં મોત, એકની શોધખોળ ચાલુ

નીતિન પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ઘણા વર્ષો પછી આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો છે. લગભગ મોટાભાગના જિલ્લાઓમાં જે સરેરાશ વરસાદ થતો એની સરખામણી ખૂબ ઓછો વરસાદ પડ્યો છે. રાજ્ય સરકારના સિંચાઈ વિભાગના 200 કરતા વધુ બંધો છે, તે બધામાં પાણી ખૂબ જ ઓછું છે. તેમણે જણાવ્યું કે, આ ઉપરાંત મધ્ય પ્રદેશમાં પણ કે જ્યાંથી ડેમમાં પાણી આવે છે તે વિસ્તારમાં પણ ખૂબ જ ઓછો વરસાદ છે જેથી નર્મદામાં ડેમમાં પણ મર્યાદિત પાણી છે. પણ હું નર્મદા મંત્રી તરીકે એટલું ચોક્કસથી કહીશ કે, અત્યારે જે પાણી સરદાર સરોવર બંધમાં છે, એ આવનારું આખું વર્ષ ગુજરાતના તમામ નાગરિકોને એટલે કે ચાર કરોડ લોકોને પીવાનું પુરેપુરુ શુદ્ધ પાણી આખા વર્ષ દરમિયાન પૂરું પાડી શકાય તેટલો જથ્થો આપણા સરદાર સરોવર ડેમમાં અત્યારે ઉપલબ્ધ છે.

narmada 2 સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ...

બેઠક / સર્વદળીય બેઠકમાં ભારત સરકારે સમજાવી અફઘાનિસ્તાન મામલે રણનીતિ

ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતોને જે હજારો ટ્યૂબવેલ અને કૂવાઓ દ્વારા ખેડૂતો પોતાના ખેતરમાં જે પાણી મેળવે છે તેના માટે જે વીજળી જોઈએ તેના માટે પણ રાજ્ય સરકાર 8 કલાકના બદલે 10 કલાક આપવાનો નિર્ણય ઘણા સમય પહેલા કર્યો છે.નર્મદા મંત્રીએ જણાવ્યું કે, આ સિવાય પણ અત્યારે નર્મદાના કમાન્ડ વિસ્તારમાંથી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી રહ્યા છે અને જે સિંચાઈના બંધો છે એમાં પણ પીવાનું પાણી અનામત રાખીને બાકીનું પાણી ખેડૂતોનો પાક બચાવવા અત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે જ્યાં શક્ય છે ત્યાં પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે.

આગામી યુદ્ધમાં બોલી જશે ભુક્કા / ચીને અને રશિયાએ ખતરનાક ડ્રોન સબમરીન બનાવી,જાણો તેની ખાસિયતો

sago str 20 સરદાર સરોવર ડેમમાં કેટલુ પાણી છે જાણો શું કહ્યું નાયબ મુખ્યમંત્રીએ...