nursing student/ હિંમતનગરની નર્સિંગની વિદ્યાર્થીનીઓને એમ્બ્યુલન્સમાં ઘેટાબકરાની જેમ ભરવામાં આવી

હિંમતનગરમાં એક આંચકાજનક બાબત સામે આવી છે. નર્સિંગની વિદ્યાર્થીઓને એમ્બ્યુલન્સમાં ઘેટાબકરાની જેમ ભરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે એમ્બ્યુલન્સમાં દર્દી, નર્સ અને તેના સગા હોય છે, પણ હિંમતનગરની આ એમ્બ્યુલન્સમાં નર્સિંગમાં ભણતી 40-40 વિદ્યાર્થીનીઓને ભરવામાં આવી રહી છે.

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 02 06T142614.617 હિંમતનગરની નર્સિંગની વિદ્યાર્થીનીઓને એમ્બ્યુલન્સમાં ઘેટાબકરાની જેમ ભરવામાં આવી

હિંમતનગરઃ હિંમતનગરમાં એક આંચકાજનક બાબત સામે આવી છે. નર્સિંગની વિદ્યાર્થીઓને (Nursing Students) એમ્બ્યુલન્સ (Ambulance) માં ઘેટાબકરાની જેમ ભરવામાં આવી રહી છે. આશ્ચર્યની વાત એ છે કે સામાન્ય રીતે એમ્બ્યુલન્સમાં દર્દી, નર્સ અને તેના સગા હોય છે, પણ હિંમતનગરની આ એમ્બ્યુલન્સમાં નર્સિંગમાં ભણતી 40-40 વિદ્યાર્થીનીઓને ભરવામાં આવી રહી છે.

બસના અભાવે વિદ્યાર્થીનીઓને દરરોજ એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવે છે. આ એમ્બ્યુલન્સ પણ પાછી ખખડધજ છે. હવે જે એમ્બ્યુલન્સમાં એક દર્દીને પણ માંડ-માંડ લાવી શકાય તેમ હોય તેવી એમ્બ્યુલન્સમાં 40-40 વિદ્યાર્થીનીઓને ભરવામાં આવી રહી છે. આમ સ્પષ્ટપણે જાણે એક મોટી દુર્ઘટના રાહ જોઈ હોય તેવું જણાઈ રહ્યુ છે. આ રીતે વિદ્યાર્થીનીઓને લઈ જવામાં આવતી હોવા છતાં પણ હોસ્પિટલના તંત્રને તેના માટે કોઈ વ્યવસ્થા કરવાનું સૂજતું નથી. ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા દેવામાં આવે તેના કરતાં ઘોડા હોય ત્યારે જ તબેલાને તાળા દેવામાં આવે તો વધુ યોગ્ય રહેશે.

આ રીતે એમ્બ્યુલન્સમાં લઈ જવાતી નર્સિંગની વિદ્યાર્થીનીઓને લઈને તંત્ર ક્યારે જાગશે તે મોટો સવાલ છે. શું રસ્તા પર સમખાવા પૂરતો ટ્રાફિક પોલીસનો સ્ટાફ નથી કે જે એમ્બ્યુલન્સમાં ઘેટાબકરાની જેમ લઈ જવામાં આવતી વિદ્યાર્થીનીઓને લઈને યોગ્ય કાર્યવાહી કરી શકે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ