ગુજરાત/ વિજયભાઈ રૂપાણીએ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવા ની આગવી કુનેહ પહેલેથી જ  પડેલી છે. ગુજરાતના   લોકો આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.

Gujarat Others
Untitled 64 વિજયભાઈ રૂપાણીએ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

 રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ એમેઝોન ડિજિટલ કેન્દ્રનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ મુખ્યમંત્રીના અધિક મુખ્યસચિવ એમ.કે.દાસની ઉપસ્થિતિમાં કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે કોરોનાના આ કપરા સમયે આર્થિક ગતિવિધિઓ ને અસર પહોંચાડી છે પરંતુ ગુજરાત અને ગુજરાતીઓમાં વેપાર વણજ ,સાહસિકતા અને આપત્તિ ને અવસરમાં પલટાવવા ની આગવી કુનેહ પહેલેથી જ  પડેલી છે. ગુજરાતના   લોકો આ કપરા સમયમાં પણ ઉદ્યોગ વેપાર અને આર્થિક પ્રવૃત્તિ અટક્યા નથી.

હવે એમેઝોન જેવા વર્લ્ડ ક્લાસ ઓન લાઇન બિઝનેસ સાહસના આ ડિજિટલ કેન્દ્ર શરૂ થવાથી સુરતના 41 હજાર જેટલા એમ એસ એમ ઇ ને પોતાના ઉદ્યોગો ને વિશ્વ બજાર માં વેચાણ માટે ઇ કોમર્સ તાલીમ, માર્ગદર્શન અને સંસાધન બધું જ એક જ છત્ર અંડર વન રૂફ મળશે એમ પણ વિજય ભાઈ રૂપાણીએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત હરેક ક્ષેત્રે અગ્રેસર છે હવે આ ડિજિટલ કેન્દ્ર ઇ કોમર્સ ના સેક્ટરમાં પણ અગ્રેસર બનશે અને વધુ રોજગારીની તકો આ સેકટર પૂરી પાડશે.

ગુજરાતે કોરોના સમયમાં પણ દેશ ભરમાં સૌથી વધુ 37 ટકા એફ.ડી આઇ મેળવ્યું છે. એટલું જ નહિ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસી અને અન્ય પ્રોત્સાહનોને પરિણામે ગુજરાત બેસ્ટ ચોઇસ ઓફ ઇન્વેસ્ટમેન્ટ પણ બન્યું છે. મુખ્યમંત્રીએ ગુજરાતની આ વિકાસ યાત્રામાં એમેઝોનના આ ડિજિટલ કેન્દ્ર ના પ્રારંભને આવકારી સહયોગની ખાતરી આપી હતી.

આ અવસરે એમેઝોન ઈન્ડીયાના કન્ટ્રી હેડ અમિત અગ્રવાલ ,પબ્લિક પોલિસી વાઇસ પ્રેસિડેન્ટ ચેતન ક્રિશ્ના સ્વામી, કનઝ્યુમર બિઝનેસ વાઇસ પ્રેસિડેન્ટ મનીષ તિવારી વગેરે પણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.