સુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લુ વહેલ ગેમે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગેમના અંતિમ ચરણમાં આત્મહત્યા કરવા સુધી પ્રેરતી બ્લુ વહેલ ગેમના કિસ્સા ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યાં છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં સુરત શહેર ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે. તેથી જિલ્લા-શહેરી વિસ્તાર સહિત સમગ્ર સુરતમાં જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાને લઇને બ્લૂ વ્હેલ પર જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સાથે હુકમનો ભંગ કરનાર સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા પણ ફરમાન કર્યું છે તેમજ લિંક મોકલનારને આપઘાત માટે પ્રેરિત કરવા માટે દોષિત માનવામાં આવશે અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી સજા ફરમાવવામાં આવશે.
Not Set/
બ્લુ વહેલ ગેમ સર્ચ કરવામાં ગુજરાતનું આ શહેર છે મોખરે, લિંક મોકલનારના થશે આવા હાલ
સુસાઇડ ગેમ તરીકે જાણીતી બ્લુ વહેલ ગેમે વિશ્વભરમાં હાહાકાર મચાવ્યો છે. ગેમના અંતિમ ચરણમાં આત્મહત્યા કરવા સુધી પ્રેરતી બ્લુ વહેલ ગેમના કિસ્સા ભારતમાં પણ દિવસે દિવસે વધી રહ્યાં છે. કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આ ગેમ પર પ્રતિબંધ મૂકી દીધો છે. તેમ છતાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં સુરત શહેર ગુજરાતમાં નંબર વન પર આવ્યું છે. તેથી જિલ્લા-શહેરી […]
