પીએમ મોદીની ચીન યાત્રા અને બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લીધા બાદ ચીનના પ્રેસિડન્ટ સાથેની મુલાકાત પછી ડોકલામ વિવાદને લઈને નવા તથ્યો સામે આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડોકલામમાંથી બંને દેશોની સેના પોતાની પહેલાંની સ્થિતિમાં પરત ફરી છે.જોકે હજી પણ સેના સો ટકા પહેલાની સ્થિતિમાં પરત ફરી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.28 ઓગસ્ટ બાદ જણાવવામાં આવ્યું છે કે, બંને દેશોની સેનાઓ વિવાદિત સ્થળેથી 300 મીટર દૂર ખસી છે.ભારતીય વિદેશ મંત્રાલયે જારી કરેલા એક નિવેદન અનુસાર ભારત અને ચીનની સેના તેમના ટેન્ટ, રસ્તા નિર્માણના સામાન અને વિવાદિત જગ્યાએથી ફક્ત 150 મીટર દૂર ખસી છે.સૂત્રોનું માનીએ તો બંને દેશો વચ્ચે ડોકલામમાંથી સેના પરત હટાવવાને લઈને રાજકીય ચર્ચા બિજીંગમાં યોજાઈ હતી. જેમાં ભારતીય દળનું પ્રતિનિધિત્વ ચીનમાં ભારતના રાજદૂત વિજય ગોયલે કર્યું હતું. ચર્ચા દરમિયાન ભારતીય સેનાના મુખ્યાલય પાસેથી પણ નિયમિત માર્ગદર્શન લેવામાં આવ્યું હતું
Not Set/
ડોકલામ વિવાદને લઈને નવા તથ્યો આવ્યાં સામે
પીએમ મોદીની ચીન યાત્રા અને બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લીધા બાદ ચીનના પ્રેસિડન્ટ સાથેની મુલાકાત પછી ડોકલામ વિવાદને લઈને નવા તથ્યો સામે આવ્યાં છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ડોકલામમાંથી બંને દેશોની સેના પોતાની પહેલાંની સ્થિતિમાં પરત ફરી છે.જોકે હજી પણ સેના સો ટકા પહેલાની સ્થિતિમાં પરત ફરી નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.28 ઓગસ્ટ બાદ […]
