Not Set/ હાથમાં લાકડી લઈને માસ્ક માટે લોકોને ટોકનાર 5 વર્ષના બાળકનું પોલીસે કર્યું સન્માન

5 વર્ષિય અમિત ચહેરા પર માસ્ક પહેરીને ઉઘાડપગે ઉભો છે અને  શેરમાં આવતા લોકોને લાકડી બતાવીને માસ્ક પહેરવાની સૂચના આપી રહ્યો છે.

Videos
A 104 હાથમાં લાકડી લઈને માસ્ક માટે લોકોને ટોકનાર 5 વર્ષના બાળકનું પોલીસે કર્યું સન્માન

છેલ્લા ઘણા દિવસોથી એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે.જેમાં એક નાનો બાળક લોકોને હાથમાં લાકડી વડે માસ્ક પહેરવાની સૂચના આપતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો હિમાચલ પ્રદેશની ધર્મશાળાનો છે અને આ નાના કોરોના યોદ્ધાનું નામ અમિત છે. ભીડવાળી ધર્મશાળા શેરીમાં લોકોને માસ્ક પહેરવાની પ્રેરણા આપતા નાના અમિતનું હિમાચલ પોલીસે સન્માન કર્યું છે. આ સાથે સોશિયલ મીડિયા પર ન માત્ર લોકો આ બાળક ઉપર પ્રેમ જ વરસાવતા જોવા મળી રહ્યા છે, પણ તેની મદદ માટે આગળ પણ આવી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં 5 વર્ષિય અમિત ચહેરા પર માસ્ક પહેરીને ઉઘાડપગે ઉભો છે અને  શેરમાં આવતા લોકોને લાકડી બતાવીને માસ્ક પહેરવાની સૂચના આપી રહ્યો છે. આ વીડિયો વાયરલ થયા પછી જ લોકોએ આ બાળકની શોધ શરૂ કરી હતી. હવે એ વાત સામે આવી છે કે આ બાળકનું નામ અમિત છે અને તે ગુજરાતનો રહેવાસી છે.

આ પણ વાંચો :આ બેલ મુજે માર! જબરદસ્તી હેરાન કરી રહ્યો હતો યુવક, બળદે ભણાવ્યો આવો પાઠ

પોલીસે કર્યું સન્માન

પોલીસે આ બાળકને પણ શોધી કાઢ્યો છે અને આ કોરોના યોદ્ધાને પર્વતની ટોપી, નાસ્તા અને એનર્જી ડ્રિંક આપીને તેનું સન્માન કર્યું છે. આ વીડિયોને પહેલા ઈન્સ્ટાગ્રામ પેજ ‘ધર્મશાલાલોકલ’ પર શેર કરવામાં આવ્યો હતો. હવે ‘ધર્મશાલાલોકલ’ ના એડમિન એ અમિત અને તેના ભાઈઓને ભેટો આપી છે. ઇન્સ્ટાગ્રામ પેજ ચલાવતા અભય કારકીએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની પણ મદદ મળી રહી છે અને લોકો તેના અભ્યાસ માટે દાન પણ એકત્ર કરી રહ્યા છે. હાલમાં અમિતના માતા-પિતા શહેરમાં નથી, પરત ફરતાં બાળકના શિક્ષણ માટેની વ્યવસ્થા કરવામાં આવશે.

આ પણ વાંચો :પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવારના આંટાફેરાથી લોકોમાં ફફડાટ, જુઓ વિડીયો

હજારો પ્રવાસીઓ હિમાચલમાં પહોંચ્યા

આપને જણાવી દઈએ કે કોરોના પ્રતિબંધ હળવા થતાં જ ઉત્તર ભારતના હજારો પ્રવાસીઓ હિમાચલના મોટા શહેરોમાં પહોંચી રહ્યા છે. કાંગરાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી) વિમુક્ત રંજનએ જણાવ્યું હતું કે પર્વતીય રાજ્યની પરિસ્થિતિ ચિંતાજનક છે કારણ કે પ્રવાસીઓ કોવિડ ધારાધોરણોનું પાલન નથી કરી રહ્યા. પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા મેક્લેઓડગંજ અને ભસુનાગ ખાતે પોલીસ સપોર્ટ રૂમ બનાવવામાં આવ્યા છે અને જે લોકો ધારાધોરણોનું પાલન કરતા નથી તેમને ભારે દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો :શું તમે કાચિંડાને રંગ બદલતા જોયો છે? આ વીડિયો જોવો રંગ બદલતો કાચિંડો