Not Set/ નોટબુક ફિલ્મના પ્લેબેકમાંથી સલમાને હટાવ્યો આતિફ અસલમને

મુંબઇ, પુલવામા આતંકવાદી હુમલા બાદ સલમાન ખાને નોટબુક ફિલ્મના ગીત માટે  આતિફ અસલમને ના પાડી દીધી છે. નોંધનીય છે કે આતિફ અસલમ પાકિસ્તાની ગાયક છે . સલમાન ખાન પોતે જ નોટબુક ફિલ્મનો પ્રોડ્યૂસર છે. આતિફ અસલમને પ્લેબેક માટેની ના પાડી દીધા બાદ હવે સલમાન ખાન જ આ ફિલ્મ માટે ગીત ગાશે. પોતાના પ્રોડક્શનમાં સલમાન ખાન […]

Trending Entertainment
2o 12 નોટબુક ફિલ્મના પ્લેબેકમાંથી સલમાને હટાવ્યો આતિફ અસલમને

મુંબઇ,

પુલવામા આતંકવાદી હુમલા બાદ સલમાન ખાને નોટબુક ફિલ્મના ગીત માટે  આતિફ અસલમને ના પાડી દીધી છે. નોંધનીય છે કે આતિફ અસલમ પાકિસ્તાની ગાયક છે . સલમાન ખાન પોતે જ નોટબુક ફિલ્મનો પ્રોડ્યૂસર છે. આતિફ અસલમને પ્લેબેક માટેની ના પાડી દીધા બાદ હવે સલમાન ખાન જ આ ફિલ્મ માટે ગીત ગાશે.

Image result for atif aslam

પોતાના પ્રોડક્શનમાં સલમાન ખાન ઝહીર ઇકબાલ અને વિતેલા જમાનાની અભિનેત્રી નૂતનની પૌત્રી પ્રનૂતનને લોન્ચ કરી રહ્યો છે અને આ ફિલ્મમાંથી સલમાન ખાને આતિફ અસલમને હટાવી દીધો છે. તો ટી-સીરીઝે પણ  આતિફ અસલમનું ગીત યૂ ટયૂબ પરથી હટાવી લીધું છે. પુલવામાં એટેક બાદ ઘણા પાકિસ્તાની કલાકારો ભારતીયોના ગુસ્સાનો ભોગ બન્યા છે.

Image result for salman khan

પુલવામાં હુમલા બાદ સલમાન ખાન ઘણો ભાવુક થઈ ગયો હતો.તેણે લખ્યું હતું કે  દેશ પ્રેમ માટે પોતાનો જીવ ગુમાવનારા સીઆરપીએફના જવાનોની શહાદતના કારણે મારું દિલ રડી રહ્યું છે. જેમણે આપણા પરિવારની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું છે. સલમાને તેની એનજીઓ બઇંગ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા શહીદના પરિવારજનોને મદદ જાહેર કરી હતી.

Image result for atif aslam