Not Set/ નોકરીઓ વધારવા શું કરવું ? નારાયણ મૂર્તિએ મોદી સરકારને આપી આ સલાહ, વાંચો..

મુંબઇ, 2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની તે પછી યુવાનોને આપવામાં આવનારી રોજગારીની ચર્ચાઓ સતત ચાલી રહી છે. મોદી સરકારનો દાવો છે કે, તેઓ સત્તા પર આવ્યા પછી બેરોજગારીમાં સતત ઘટાડો થયો છે અને યુવાનોને રોજગારી મળી રહી છે. જો કે સામે આવેલા આંકડાઓ જુદી હકીકત બયાન કરે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશને (ILO) અનુમાન લગાવ્યું કે, ભારતમાં […]

Top Stories Trending Business
narayana નોકરીઓ વધારવા શું કરવું ? નારાયણ મૂર્તિએ મોદી સરકારને આપી આ સલાહ, વાંચો..

મુંબઇ,

2014માં નરેન્દ્ર મોદીની સરકાર બની તે પછી યુવાનોને આપવામાં આવનારી રોજગારીની ચર્ચાઓ સતત ચાલી રહી છે. મોદી સરકારનો દાવો છે કે, તેઓ સત્તા પર આવ્યા પછી બેરોજગારીમાં સતત ઘટાડો થયો છે અને યુવાનોને રોજગારી મળી રહી છે.

જો કે સામે આવેલા આંકડાઓ જુદી હકીકત બયાન કરે છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશને (ILO) અનુમાન લગાવ્યું કે, ભારતમાં બેરોજગારી દર 3.5 ટકા રહેશે અને ચિંતાની વાત એ છે કે દેશમાં 77 ટકા રોજગારી અસુરક્ષિત રહેશે. ઈન્ડિયન લેબર ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર ભારતમાં ૩૯.૪ કરોડ લોકોની નોકરી સુરક્ષિત નથી.

સામે આવી રહ્યું છે કે, ભારતમાં રોજગારીના આંકડા ગંભીર સ્થિતિમાં જઈ રહ્યા છે અને દુનિયાના અર્થશાસ્ત્રી તેને જોબલેસ ગ્રોથ કહી રહ્યા છે. રોજગારીની સમસ્યા મોદી સરકાર માટે સૌથી મોટો પડકાર બની છે.

છેલ્લા બે દાયકા દરમિયાન દેશમાં નવી નોકરીઓ પેદા કરવામાં અવ્વલ નંબરે રહેનાર આઈટી કંપની ઈન્ફોસિસના સહસ્થાપક એન આર નારાયણમૂર્તિએ આગામી દાયકામાં નોકરી પેદા કરવાનો મંત્ર મોદી સરકારને આપ્યો છે.

બ્લુમબર્ગને આપેલા એક ઈન્ટર્વ્યૂમાં નારાયણમૂર્તિએ કહ્યું હતું કે, “મોદી સરકારે દેશમાં વેપારીઓ માટે અચ્છે દિન લાવવાની સાથે દુનિયાભરમાંથી ઉદ્યોગપતિઓ પાસેથી રોકાણ લાવવાનું કામ કરવું જોઈએ. તેમણે કહ્યું હતું કે હાલના વૈશ્વિક પડકારો વચ્ચે જો દેશની સરકાર નોકરીઓને ગંભીરતાથી લેવા માગે છે તો સરકારે વધુને વધુ ધંધાઓ શરૂ થાય તે માટે ધ્યાન આપવું જોઇએ”.

ઉલ્લેખનીય છે કે, વીતેલા દોઢ દાયકા દરમિયાન જ્યાં અર્થવ્યવસ્થા 7 ટકાથી વધુની ઝડપે આગળ વધી રહી છે ત્યારે રોજગારીના આંકડા આ દરમિયાન 2.87 ટકાના દરથી નીચે જઈને 1 ટકાથી નીચેના સ્તરે પહોંચ્યા છે.

નારાયણમૂર્તિએ દેશના બિઝેનેસ હાઉસોને અપીલ કરી હતી કે આવનારા દાયકામાં વધુમાં વધુ યુવાનોને નોકરી માટે તૈયાર કરવા માટે ખૂબ જરૂરી છે કે તેઓ નવા યુગની ટેકનોલોજીમાં રોકાણ અને ટ્રેનિંગને સૌથી વધુ મહત્ત્વ આપે અને હાલના સમયમાં કંપનીની પાસે 14 હજાર યુવાનોને પ્રતિદિન ટ્રેનિંગ આપવાની ક્ષમતા સામેલ છે.