Not Set/ પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાના બહાને પોસ્ટ માસ્ટરે જ કર્યું લાખોનું કૌભાંડ

પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી આપવાના બહાને 75 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અને અનેક આશાસ્પદ યુવાનોને પોતાની જાળમાં પોતાના મોજ શોખ માટે ફસાવયાનું સામે આવ્યું છે. પ્રાપ્ત વિગો અનુસાર રાજકોટ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢના ઝાંઝરડામાં રહેતા દિપક મુગાભાઇ ભટ્ટની ધરપકડ કરી હતી. દીપક ભટ્ટ મેંદરડામાં દત્રણા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો હતો. તેણે જુનાગઢ […]

Gujarat Rajkot
be5ca01701ea92428d58ce56961c8d9c પોસ્ટ ઓફિસમાં નોકરી આપવાના બહાને પોસ્ટ માસ્ટરે જ કર્યું લાખોનું કૌભાંડ
પોસ્ટ ઓફિસના કર્મચારીએ પોસ્ટ ઓફિસમાં સરકારી નોકરી આપવાના બહાને 75 લાખ રૂપિયાનું કૌભાંડ કર્યું છે. અને અનેક આશાસ્પદ યુવાનોને પોતાની જાળમાં પોતાના મોજ શોખ માટે ફસાવયાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગો અનુસાર રાજકોટ ક્રાઈમ બ્રાંચે જૂનાગઢના ઝાંઝરડામાં રહેતા દિપક મુગાભાઇ ભટ્ટની ધરપકડ કરી હતી. દીપક ભટ્ટ મેંદરડામાં દત્રણા પોસ્ટ ઓફિસમાં નોકરી કરતો હતો. તેણે જુનાગઢ  અને રાજકોટનાં 50 થી વધુ લોકોને દબોચી લીધા હતા અને 75 લાખ રૂપિયા પડાવી લીધાં હતાં. તેણે સૌરાષ્ટ્રમાં નોકરી મેળવવા માંગતા યુવકોને નિશાન બનાવ્યા હતા.પોલીસ વિભાગના લેટર પેડ પર પોલીસે બનાવટી હુકમ અને એક લાખ રૂપિયાની રોકડ પોસ્ટ કરી હતી. જપ્ત કરી છે.

સૌરાષ્ટ્રના નોકરી વનછુંકોને બનાવતો ટાર્ગેટ બનાંવી પોતાની માયાજાળમાં ફસાવી કૌભાંડ આચરતો. પોલીસ ને આરોપી પાસે થી પોસ્ટ ડિપાર્ટમેન્ટના લેટર પેડ ઉપર ડમી ઓર્ડર તેમજ એક લાખ રોકડા કબજે કર્યા છે. મીડિયા સાથે વાત કરતા ક્રાઈમ બ્રાન્ચ ના ACP જયદીપસિંહ સરવૈયા એ જણાવ્યું કે આ ગુન્હેગાર કોઈ રેઢો ગુન્હેગાર નથી પણ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર ની નોકરી કરનાર એક સરકારી નોકરિયાત છે. પૈસા કમાવા અને મોજ મજા કરવાનાં વૃત્તિ થી તેને નોકરી થી વંચિત યુવાનો ને ટાર્ગેટ બનવાનું શરુ કર્યું અને અનેક યુવાનો પાસે એક લાખ થી અઢી લાખ સુધી ની રકમ પડાવતો હતો.

બેરોજગાર યુવાનો ડમી કૉલ લેટર જોઈ આ કૌભાંડી ના માયાજાળમાં ફસાઈ જતા. આ કૌભાંડના પૈસા દિપક મોજમજા કરવામાં વાપરતો. હાલ પોલીસ દ્વારા તપાસ કરાતા આટલી હકીકત બહાર આવી છે પણ હજુ પણ કેટલા યુવાનો છે જે આ શખ્સ ના શિકારમાં આવ્યા હશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.