Not Set/ રાજીવ સાતવે કોંગ્રેસમાં જૂથબંધી નહીં હોવાનો કર્યો દાવો,લોકસભા ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણ સજ્જ:સાતવ

અમદાવાદ, અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ એ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે, કોંગ્રેસમાં કોઈ જ જૂથબંધી કે નારાજગી નથી. આગામી લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે. ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કોંગ્રેસ લડત આપશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ માટે ચોકાવનારા પરિણામો આવશે. રાજીવ સાતવ એ કહ્યું કે, […]

Ahmedabad Gujarat
mantavya 107 રાજીવ સાતવે કોંગ્રેસમાં જૂથબંધી નહીં હોવાનો કર્યો દાવો,લોકસભા ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણ સજ્જ:સાતવ

અમદાવાદ,

અમદાવાદ આવેલા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ એ મીડિયા સમક્ષ દાવો કર્યો છે કે, કોંગ્રેસમાં કોઈ જ જૂથબંધી કે નારાજગી નથી. આગામી લોકસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ સંપૂર્ણપણે સજ્જ છે.

ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર કોંગ્રેસ લડત આપશે લોકસભાની ચૂંટણીમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ માટે ચોકાવનારા પરિણામો આવશે. રાજીવ સાતવ એ કહ્યું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતે જાતે જાહેરમાં સ્વીકારી રહ્યા છે કે, રેવન્યુ અને ગૃહ ખાતામાં ભારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે.

ગુજરાતમાં ભાજપના છેલ્લા 30 વર્ષના શાસનમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, હાલમાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં ચૂંટણીને લઇને જબરજસ્ત ઉત્સાહ રહ્યો છે જેથી 2022 ગુજરાતમાં કોંગ્રેસનું નિશ્ચિત પણે શાસન આવશે.

અત્રે નોંધનીય છે કે, લોકસભાની ચૂંટણીને લઇને આજે પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક મળી છે જેમાં હાજર રહેવા માટે રાજીવ સાતવ ગુજરાતમાં આવ્યા છે. 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેમજ તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને પછડાટ આપ્યા બાદ કોંગ્રેસના આગેવાનોમાં લોકસભાની ચૂંટણીને લઈને એક પ્રકારનો વિશ્વાસ આવ્યો છે.