કચ્છ/ અંજારમાં વેપારી પર જીવલેણ હુમલો, જાણો શું છે મામલો

અંજારમાં વેપારીઓએ ગાળો બોલવાનીના પાડતા ત્રણ શખ્સોએ જીવલેણ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતા સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી જેને લઈ અંજાર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Gujarat Others
અંજારમાં

અંજારમાં રામદેવપીર મંદિર પાસે ગતરાત્રિએ ત્રણ શખ્સોએ એક વેપારી પર જીવલેણ હુમલો કરી દુકાનમાં તોડફોડ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે ત્રણ શખ્સો સામે હત્યાના પ્રયાસ અને એટ્રોસિટી એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અંજાર શહેરના રામદેવપીર મંદિર પાસે પેકેજ્ડ વોટરના પ્લાન્ટમાં ફરિયાદી મંગળ વેરસી ધુઆ અને તેનો મિત્ર કામ કરી રહ્યા હતા. આ સમયે અહેમદ ઉર્ફે ઈઝુ, સદામ અને કારિયો નામના શખ્સો ગાળો બોલતા હોય સંજયે ગાળો બોલવાનીના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા શખ્સોએ લાકડી અને છરી વડે હુમલો કરતા નાસભાગ મચી હતી.

ત્રણ શખ્સોએ અંજારમાં છરી અને લાકડી વડે આતંક મચાવતા વેપારી અને તેનો મિત્ર જીવ બચાવવા ભાગતા જોવા મળ્યા હતા. ત્રણેય શખ્સો હુમલો કરી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. હુમલાની આ ઘટના CCTVમાં કેદ થઈ હતી. પોલીસે આ મામલે હત્યાનો પ્રયાસ અને એટ્રોસિટી એક્ટ સહિતની કલમ હેઠલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો:જામનગરના ધ્રોલ પાસે કાર અને આઇસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 3 લોકોના મોત,એકની હાલત ગંભીર

આ પણ વાંચો:‘B-20 ઇન્સેપ્શન’: ગુજરાતમાં જી-20ને લઈને પ્રથમ બેઠક યોજાઈ

આ પણ વાંચો:સુરેન્દ્રનગરમાં આજથી બે દિવસ ભાજપ પ્રદેશ કારોબારીની બેઠક,લોકસભાની ચૂંટણી પર થશે ચર્ચા

આ પણ વાંચો:આજથી G-20 ઇન્સેપ્શન મીટિંગનું ઓપનિંગ સેશનની થશે શરૂઆત,જાણો સમગ્ર કાર્યક્મની રૂપરેખા

આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલના નજીકના સંબધીનું અવસાન, ગાંધીનગરમાં 23 અને 24 જાન્યુઆરીએ જનતા અને ધારાસભ્યોને મળી શકશે નહીં