રણનીતિ/ રાજ્યમાં AAPના લીધે ભાજપે બનાવી આ રણનીતિ,જાણો વિગત

આ ચિંતન બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ  થયા હતા અને ચૂંટણીને લઇને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી

Top Stories Gujarat
19 રાજ્યમાં AAPના લીધે ભાજપે બનાવી આ રણનીતિ,જાણો વિગત
  • ગુજરાતમાં AAP ના કારણે ભાજપનું BP હાઈ
  • અમિત શાહે રાતોરાત રણનીતિ બદલી
  • આડેધડ ટિકિટ કાપવાના મૂડમાં નથી શાહ
  • ઘણાં ધારાસભ્યોને કાળજે ઠંડક થઈ
  • અમુક ચહેરા ચોક્કસ બદલાઈ શકે છે
  • એન્ટી ઈન્કમબન્સી ન હોય તેની ટિકિટ નહીં કપાય
  • અગાઉ ઘણાં ધારાસભ્યોની ટિકિટ કપાવાની હતી
  • હવે ‘અમુક’ ધારાસભ્યો જ ઘરભેગા થશે
  • ભાજપની ચિંતન શિબિરમાં નવી રણનીતિ પર ચર્ચા
  • આમ આદમી પાર્ટીએ બગાડી ભાજપની બાજી

 ભાજપ સરકારે ગુજરાતમાં  વહેલી ચૂંટણી કરવાના નિર્દેશો આપ્યા છે, તેવા સમયે ભાજપે ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું, આ ચિંતન બેઠકમાં અનેક દિગ્ગજ નેતાઓ સામેલ  થયા હતા અને ચૂંટણીને લઇને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.   અમિત શાહે બનાવી છે નવી રણનીતિ જેના લીધે અનેક સીંટીંગ ધારાસભ્યોની ટિકિટ કપાશે નહીં, આડેધડ ટિકિટ કાપવામાં આવશે નહી. આ રણનીતિના લીધે ઘણાબધા ધારાસભ્યોએ રાહતનો શ્વાસ લીધો હતો હવે તેમને ટિકિટ કપાવવાનો ડર નથી,પરતું જે ધારાસભ્યો સામે ઇન્કમબન્સી હશે તેની ટિકિટ કપાવવાની સંભાવના છે. આ બેઠક પહેલા અનેક ધારસભ્યોની ટિકિટ કપાવવાની હતી પરતું નવી રણનીતિના લીધે આ ધારાસભ્યોને ફરી એકવાર જીવતદાન મળ્યું છે. હવે ગણતરીના ધારાસભ્યોની જ ટિકિટ કપાશે.

આ નવી રણનીતિ અપનાવવા માટે આમ આદમી પાર્ટી જવાબદાર છે, જે પ્રમાણે આમ આદમી પાર્ટી સક્રીય થઇ છે,અને સંગઠન મજબૂત બનાવવા માટે કામે લાગી છે. જેના લીધે આ નવી રણનીતિ અમલી બનાવી છે,નવી રણનીતિના લીધે  અસંતુષ્ઠ ધારાસભ્યોનો પ્રશ્ન જ ઉદભવશે નહીં, ભાજપની આ રણનીતિ કામમાં આવી જશે.