સુરેન્દ્રનગર/ રાણાગઢ ગામે વીજ ચેકિંગ કરી રહેલા PGVCLના કર્મીઓને 2 શખ્સોએ મારી નાખવાની ધમકી આપી

લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામે પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Gujarat
Untitled 96 રાણાગઢ ગામે વીજ ચેકિંગ કરી રહેલા PGVCLના કર્મીઓને 2 શખ્સોએ મારી નાખવાની ધમકી આપી

લીંબડી તાલુકાના રાણાગઢ ગામે વીજ ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણાગઢ ગામના 2 શખ્સોએ ગ્રામજનોને ઉશ્કેરાઈને ભેગા કરી વીજ કર્મીઓની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. વીજ કર્મીઓ સાથે ગેરવર્તન કરી, અપશબ્દો બોલી, ધોકા કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ  પણ  વાંચો:બેદરકારી /  ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં જીવિત બાળકને મૃત બતાવ્યું, પરિવારને જાણ થતાં…

લીંબડી તાલુકાના નળકાંઠા વિસ્તારના રાણાગઢ ગામે પીજીવીસીએલની ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાણાગઢ ગામના મુકેશ ધનજીભાઈ વસ્તાણી વીજ પોલથી બિન અધિકૃત જોડાણ કરી વાહન વોશિંગ ચલાવતો ઝડપાઈ ગયો હતો. વીજ ચોરી ઝડપી પીજીવીસીએલ ટીમ આગળ વધી રહી હતી. ત્યારે રાણાગઢ ગામનો બોધા રૂપાભાઈ મેણિયા અને નવઘણ ગોકળભાઈ મેણિયાએ ગ્રામજનોને ઉશ્કેરી ભેગા કરી PGVCL ટીમ પાસે ધસી આવ્યા હતા.

આ પણ  વાંચો;Covid-19 / વિમાનમાં મહિલા કોરોના પોઝિટિવ નિકળતા બાથરૂમમાં કરવી પડી મુસાફરી

લીંબડી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર એચ.એમ.સુતરીયા, જૂ.ઈજનેર વિરભદ્રસિંહ ચુડાસમા અને વીજ ટીમને આંતરી લઈ ફરજ ઉપર રૂકાવટ ઊભી કરી હતી. રાણાગઢ ગામે વીજ ચેકિંગ બાબતે બોલાચાલી કરી બોધા મેણિયા અને નવઘણ મેણિયાએ વીજ ટીમને અપશબ્દો બોલી, ધોકા કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે લીંબડી ગ્રામ્ય પેટા વિભાગ કચેરીના ડે.ઈજનેર હિતેષ સુતરીયાએ જણાવ્યું હતું કે ફરજ ઉપર રૂકાવટ ઊભી કરનાર શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવીશું. અમે હિંમત નહીં હારીએ આગળના સમયમાં પણ વીજ ચેકિંગની કામગીરી ચાલુ જ રહેશે.