Not Set/ રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો,14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર

રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે. પરંતુ બે દિવસ પહેલાની સરખામણીએ ઠંડીનું જોર ઘટ્યું છે. 

Top Stories Gujarat Others
11 2021 12 26T083237.963 રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો,14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો
  • બે દિવસથી ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો
  • અમદાવાદમાં લઘુત્તમ 15.2 ડિગ્રી તાપમાન
  • 14.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર
  • આગામી દિવસોમાં ઠંડી વધવાની શકયતા

રાજ્યમાં ઠંડીનાં પ્રમાણમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે વહેલી સવારે ઠંડીનો ચમકારો અનુભવી શકાય છે. પરંતુ બે દિવસ પહેલાની સરખામણીએ ઠંડીનું જોર ઘટ્યું છે.

આ પણ વાંચો – launch / આજે નાસા લોન્ચ કરશે વિશ્વનું સૌથી શક્તિશાળી સ્પેસ ટેલિસ્કોપ, આ રીતે જોઈ શકાશે લાઈવ સ્ટ્રીમ

આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઠંડીનો સતત ઘટાડો થઇ રહ્યો છે, જો કે ઉત્તર ભારતની વાત કરીએ તો અહી આજે પણ ઠંડીનું જોર યથાવત છે. કાશ્મીરનાં ગુલબર્ગ જાણે બરફની ચાદરમાં લપેટાઇ ગયુ છે. હવામાન વિભાગની માનીએ તો લેહમાં ભારે હિમવર્ષા પછી રાત્રે તાપમાન –10 ડિગ્રી અને દિવસનું મહત્તમ તાપમાન –3 ડિગ્રી રહેશે. કારગિલમાં રાત્રે 8 અનુે દિવસે –બે ડિગ્રી રહેશે. શ્રાીનગરમાં રાત્રે બે ડિગ્રી તાપમાન રહેશે. રાજ્યમાં ગઇ કાલે એટલે કે શનિવારે ભરબપોરે ગરમીનો પારો 0.3 ડિગ્રીનાં વધારા સાથે 29.2 ડિગ્રી થયો હતો. બીજી તરફ લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી વધતા 15.2 ડિગ્રી થઈ ગયુ હતુ. રાજ્યમાં છેલ્લા બે દિવસથી ઠંડીનાં પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. ત્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.2 ડિગ્રી નોંધાયુ છે. વળી રાજ્યનું સૌથી ઠંડુગાર 14.4 ડિગ્રી સાથે નલિયા રહ્યુ હતુ. હવામાન વિભાગની માનીએ તો આગામી દિવસોમાં ઠંડી વધવાની શક્યતાઓ છે.

આ પણ વાંચો – પેશાવર હાઇકોર્ટ / પાકિસ્તાન કોર્ટે શીખ સમુદાયના કિરપાણ મામલે શું આદેશ આપ્યો જાણો,ભારતે આ મામલે શું કહ્યું..

ઉલ્લેખનીય છે કે, સમગ્ર દેશભરમાં ઠંડીનું જોર વધ્યું છે ત્યારે ઉપરી રાજ્યો ઉત્તર ભારત સહિતનાં વિસ્તારોમાં વરસાદ સાથે બરફ વર્ષાની શક્યતાઓ સેવાઈ રહી છે. તો દેશની રાજધાની દિલ્હીમાં શનિવારની સવારે ઠંડીનું જોર વધ્યુ હતુ અને લઘુત્તમ તાપમાન 7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી સેલ્સિયસ ઓછું હતુ.