contreversey/ પ્રિયંક ખડગેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ‘બહુમતી ના મળતા ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ’

આઈટી મંત્રી પ્રિયંકના ધારાસભ્યોને પૈસા ખવડાવવાના આરોપ પર ભાજપે આરોપોને નકરાતા કહ્યું કે ભાજપ આવી હરકતોમાં વિશ્વાસ નથી રાખતો. આ સાથે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે 2019માં કોંગ્રેસ ગઠબંધન સરકારને ઉથલાવી નાખનાર લોકો ફરી એકવાર સક્રિય થતા નારાજ લોકો આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે.

India Uncategorized Politics
YouTube Thumbnail 9 8 પ્રિયંક ખડગેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ‘બહુમતી ના મળતા ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ’

પ્રિયંક ખડગેએ ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે ભાજપને બહુમતી ના મળતા ઓપરેશન લોટસ શરૂ કર્યું. આઈટી મંત્રી પ્રિયંક ખડગેએ સોમવારે ગંભીર આરોપ લગાવતા કહ્યું કે રાજ્યના નેતાઓએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પાસેથી 1,000 કરોડ રૂપિયા લીધા છે. અને તેઓ આ પૈસાનો ઉપયોગ ઓપરેશન લોટસને અંજામ આપવા માટે કરી રહ્યા છે.

કર્ણાટકના ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને આઈટી મંત્રી કહ્યું કે મહારાષ્ટ્ર, બિહાર, આસામ અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભાજપ સફળતા મેળવવા અનેક હથકંડા અપનાવી રહ્યું છે. રાજ્યના નેતાઓને દબાવવા દરોડા પાડવામાં આવે છે તો કેટલાકને કૌભાંડમાં સંડોવણી બદલ યેનકેન રીતે જેલભેગા કર્યા છે. રાજસ્થાન અને કર્ણાટકમાં પણ કેન્દ્રની સત્તા દ્વારા આવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નેતાઓના નામનો ઉલ્લેખ કર્યા વગર પ્રહાર કરતા કહ્યું કે કથિત કે નેતાઓએ અમિત શાહને કહ્યું કે જો તેઓ તેમને 1000 કરોડ રૂપિયા આપશે તો તેઓ સરકાર બનાવશે. આ નેતાઓ આ પૈસાનો ઉપયોગ ઓપરેશન લોટસને અંજામ આપવા માટે કરી રહ્યા છે.

દેશમાં આગામી સમયમાં ચૂંટણીને લઈને ખેંચતાણ અને આરોપ-પ્રતિઆરોપનો સિલસિલ શરૂ થઈ ગયો છે.  વધુમાં આઈટીમંત્રીએ કહ્યું કે પક્ષના કેટલાક નેતાઓને સાઈડલાઈન કરાતા તેઓ વિરોધી પક્ષને મદદ કરવા પંહોચી ગયા છે અને તેમની પાસેથી પૈસા લઈ જીત અપાવવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે એ બાબત પર હવે કોઈ આશ્ચર્ય નથી કે ભાજપ ઓપરેશન લોટસ કરીને કોંગ્રેસ સરકારને અસ્થિર કરવાનું કાવતરું કરી રહ્યું છે. કેમકે આ રાજ્યોમાં તેમને બહુમતી નથી મળતી  આથી ત્યાંના ધારાસભ્યોને પૈસાની લાલચ આપીને ઓપરેશન લોટસ ચલાવવામાં આવે છે. આ ધારાસભ્યોને પૈસા મળતા અમારો સંપર્ક કાપી નાખે છે. દેશમાં અગાઉ પણ આવું બન્યું છે.

આઈટી મંત્રી પ્રિયંકના ધારાસભ્યોને પૈસા ખવડાવવાના આરોપ પર ભાજપે આરોપોને નકરાતા કહ્યું કે ભાજપ આવી હરકતોમાં વિશ્વાસ નથી રાખતો. આ સાથે ભાજપે વળતો પ્રહાર કરતા કહ્યું કે 2019માં કોંગ્રેસ ગઠબંધન સરકારને ઉથલાવી નાખનાર લોકો ફરી એકવાર સક્રિય થતા નારાજ લોકો આ પ્રકારના નિવેદન આપી રહ્યા છે.


whatsapp ad White Font big size 2 4 પ્રિયંક ખડગેએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર ‘બહુમતી ના મળતા ભાજપે ઓપરેશન લોટસ શરૂ કર્યુ’


આ પણ વાંચો : સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન

આ પણ વાંચો : Modi-SOU/ સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ 1.5 કરોડથી વધુ લોકો લઈ ચૂક્યા છે મુલાકાત

આ પણ વાંચો : મંતવ્ય વિશેષ/ અમેરિકાના લેવિસ્ટન શહેરમાં ભીષણ ગોળીબારમાં 22ના મોત