Not Set/ પોલીસ સ્ટેશનમાં યુવતીને નિર્વસ્ત્ર કરી પ્રાઇવેટ પાર્ટ પર કર્યા બેલ્ટથી વાર

હરિયાણાના ગુરુગ્રામમાં ડીએલએફ ફેસ 1 પોલીસ સ્ટેશનમાં નોર્થ ઇસ્ટની એક યુવતી સાથે  પૂછપરછ દરમિયાન ગેરવર્તણૂંક અને મારપીટ કરવાની ઘટના સામે આવી છે. તેને પોલીસ સ્ટેશનમાં પહેલા નિર્વસ્ત્ર કરવામાં આવી અને ત્યાર પછી તેના પ્રાઇવેટ પાર્ટ પર બેલ્ટથી અનેક વાર કરવામાં આવ્યાં. પીડિતા ડીએલએફ ફેઝ 1 ના એચ બ્લોકમાં કોઈ બાંગ્લામાં કામ કરે છે. તેની ઉપર […]

Top Stories India
aaaaaaaaaamahi pp 1 પોલીસ સ્ટેશનમાં યુવતીને નિર્વસ્ત્ર કરી પ્રાઇવેટ પાર્ટ પર કર્યા બેલ્ટથી વાર

હરિયાણાના ગુરુગ્રામમાં ડીએલએફ ફેસ 1 પોલીસ સ્ટેશનમાં નોર્થ ઇસ્ટની એક યુવતી સાથે  પૂછપરછ દરમિયાન ગેરવર્તણૂંક અને મારપીટ કરવાની ઘટના સામે આવી છે. તેને પોલીસ સ્ટેશનમાં પહેલા નિર્વસ્ત્ર કરવામાં આવી અને ત્યાર પછી તેના પ્રાઇવેટ પાર્ટ પર બેલ્ટથી અનેક વાર કરવામાં આવ્યાં.

પીડિતા ડીએલએફ ફેઝ 1 ના એચ બ્લોકમાં કોઈ બાંગ્લામાં કામ કરે છે. તેની ઉપર ચોરીનો આરોપ છે. ચોરીની શંકાને કારણે પૂછપરછ દરમિયાન પીડિતા પર ભયંકર રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આસામની 23 વર્ષીય મેડ પર મકાન માલીકે ચોરીનો આરોપ લગાવ્યો હતો. જો ઘરમાંથી રોકડ અને દાગીનાની ચોરી થઈ ગઈ તો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી.

ચોરીની ફરિયાદના આધારે મંગળવારે મોડી સાંજે ગુનો નોંધવામાં આવ્યો હતો. મંગળવારે રાત્રે પીડિતાને હેરાન કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનમાં મારપીટ  કરવામાં આવી હતી.

જેવો પીડિતા સાથે થયેલા અમાનવીય વ્યવહાર વિશે ગુરુગ્રામમાં રહેતા નોર્થ ઇસ્ટના લોકોને જાણ થઇ તો તેમણે બુધવારે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો.

પોલીસ કમિશનરે આ મામલાની કડક નોંધ લીધી હતી. સ્ટેશન ડીએલએફ ફેઝ 1 ના SHO સવિત, ASI મધુબાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જ્યારે કોન્સ્ટેબલ કવિતા અને હવલદાર અનિલને રજૂઆત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.