Not Set/ સાડીને કોર્ડન કરી ગામમાં જ કરાવી ડિલીવરી,108ની સરાહનીય કામગીરી

રાજ્યમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ 108 એ ફરી એકવાર બિરદાવવા લાયક કામગીરી કરીને એક પ્રસૂતા અને નવજાત શિશુનો જાન બચાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામમાં મજૂરી કામ કરતા મુકેશ પરમારનાં પત્ની કાજલબેનને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી.આમ અચાનક લેબર પેઈન ઉપડતા પરિવાર પાસે 108 બોલાવ્યા સિવાય કોઈ છૂટકો નહોતો. ઇમરજન્સી સર્વિસને ફોન કરતા […]

Top Stories Gujarat Others
tgt 22 સાડીને કોર્ડન કરી ગામમાં જ કરાવી ડિલીવરી,108ની સરાહનીય કામગીરી

રાજ્યમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસ 108 એ ફરી એકવાર બિરદાવવા લાયક કામગીરી કરીને એક પ્રસૂતા અને નવજાત શિશુનો જાન બચાવ્યો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામમાં મજૂરી કામ કરતા મુકેશ પરમારનાં પત્ની કાજલબેનને અચાનક પ્રસૂતિની પીડા ઉપડી હતી.આમ અચાનક લેબર પેઈન ઉપડતા પરિવાર પાસે 108 બોલાવ્યા સિવાય કોઈ છૂટકો નહોતો.

ઇમરજન્સી સર્વિસને ફોન કરતા જ વેરાવળ 108 નાં EMT જ્યોત્સનાબેન રાઠોડ અને વિપુલ ગોહેલ ગામમાં પહોંચી ગયા હતા.જોકે કઠણાઈ એ હતી કે એમ્બ્યુલન્સ ગામમાં જઇ શકે તેમ ન હતી.

જેથી જ્યોત્સના અને મુકેશ ગાડી દૂર મુકીને ગામમાં ચાલતા ગયા હતા.બીજી તરફ કાજલની પ્રસૂતિની પીડા વધી જતા તેમની પાસે હોસ્પિટલમાં જવાનો કોઇ રસ્તો ન હતો અને તાત્કાલિક જ પ્રસૂતિ કરાવવી પડે તેમ હતી,

આવા કપરા સમયે 108 નાં સ્ટાફ દ્રારા સમય સૂચકતા વાપરીને આજુબાજુની બહેનોને બોલાવીને સાડીથી જગ્યા કોર્ડન કરીને કરીને પ્રસૂતિ કરાવવામાં આવી હતી.

આ ઘટનાનો સુખદ અંત એ હતો કે મા અને બાળક બંને સલામત છે. ડિલિવરી બાદ મહિલાને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.ત્યારે સ્થાનિક લોકોએ 108ની ટીમની સરાહનીય કામગીરીનો આભાર માન્યો છે.