નવી દિલ્હી/ PM મોદી, જે.પી. નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહની હાજરીમાં દ્રૌપદી મુર્મુએ કર્યું નોમિનેશન ફાઇલ

દિલ્હી પહોંચેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.

Top Stories India
દ્રૌપદી મુર્મુએ

ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળના NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શુક્રવારે પોતાનું નામાંકન ભર્યું હતું. મુર્મુના નામાંકન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમામ મોટા નેતાઓ સંસદ ભવન પહોંચ્યા અને આ ખાસ પ્રસંગના સાક્ષી બન્યા. મુર્મુનું સંસદમાં આગમન થતાં ભાજપના વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓએ તેમનું સ્વાગત કર્યું હતું. મુર્મુએ ચાર સેટમાં ઉમેદવારી નોંધાવી હતી.

પ્રથમ સેટમાં પીએમ મોદી અને અમિત શાહ મુખ્ય સમર્થક હતા જ્યારે રાજનાથ સિંહ બીજા સ્થાને હતા. આ ઐતિહાસિક અવસર પર બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ગૃહ મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને અન્ય બીજેપી નેતાઓ હાજર રહ્યા હતા.

ગાંધી, આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી

નામાંકન ભરતા પહેલા ઝારખંડના પૂર્વ રાજ્યપાલે સંસદ સંકુલમાં સ્થિત બિરસા મુંડા, ડૉ. ભીમરાવ આંબેડકર અને મહાત્મા ગાંધીની પ્રતિમા પર જઈને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીના મતો અને નવીન પટનાયકના સમર્થનને ધ્યાનમાં લેતા મુર્મુની જીત નિશ્ચિત માનવામાં આવે છે. જો મુર્મુ આ ચૂંટણી જીતશે તો તે દેશની પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ હશે. તેમનો મુકાબલો વિપક્ષી ઉમેદવાર યશવંત સિંહા સામે છે. ભાજપે તેના તમામ સાથી પક્ષો અને એનડીએ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓને નામાંકન માટે આમંત્રણ આપ્યું છે. આ વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન 18મી જુલાઈએ થશે અને પરિણામ 21મી જુલાઈએ જાહેર કરવામાં આવશે.

આ ઐતિહાસિક ઘટના – અર્જુન મુંડા

દિલ્હી પહોંચેલા ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે આ હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોને મુખ્ય પ્રવાહમાં લાવવાની ભાજપની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં આદિવાસી સમાજના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અર્જુન મુંડાએ કહ્યું કે દ્રૌપદી મુર્મુના નામાંકનથી આદિવાસી સમુદાય ગર્વ અનુભવી રહ્યો છે. આ એક ઐતિહાસિક ઘટના છે.

આજે સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે – કોનાર્ડ સંગમા

મેઘાલયના સીએમ કોનાર્ડ સંગમાએ કહ્યું કે તેઓ મુર્મુના નામાંકનથી રોમાંચિત છે. તે ભાજપની વિચારધારાનો એક ભાગ છે. કોનાર્ડે કહ્યું કે તેમના પિતા પીએસ સંગમાએ કહ્યું હતું કે એક સમય એવો આવશે જ્યારે એક આદિવાસી આ દેશના રાષ્ટ્રપતિ બનશે. આ સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે. અમે મુર્મુની ઉમેદવારીનું સમર્થન કરીએ છીએ.

મુર્મુના સમર્થન અંગે JMM નિર્ણય લેશે

મુર્મુ ઓડિશના છે. તેમની ઉમેદવારીને બીજુ જનતા દળ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. આ સાથે જ ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ સમર્થનનો સંકેત આપ્યો છે. જેએમએમએ ઉમેદવારી માટે સમર્થન અંગે નિર્ણય લેવા શનિવારે તેના સાંસદો અને ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ બેઠકની અધ્યક્ષતા પાર્ટીના સુપ્રીમો શિબુ સોરેન કરશે.

આ પણ વાંચો:વૈજ્ઞાનિકોએ શોધ્યું દુનિયાનું સૌથી મોટું બેક્ટેરિયા, નરી આંખે પણ  મળે છે જોવા  

આ પણ વાંચો:અમરનાથ યાત્રા ક્યારે શરૂ થશે, ગુફામાં કેવી રીતે બનાવવામાં આવે છે પવિત્ર શિવલિંગ? જાણો દંતકથા

આ પણ વાંચો: પ્રિયંકા ગાંધીની દીકરી મિરાયા 20 વર્ષની થઈ, પિતાએ શેર કરી તસવીરો