Not Set/ ઉદ્ધવ ઠાકરેનાં માતોશ્રી નિવાસને ઉડાવાની મળી ધમકી, મચ્યો હડકંપ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીને ઉડાવવાની મળી ધમકી મળી છે. દુબઈના કોઈ અજાણ્યા શખ્સે ફોન પર માતોશ્રીને ઉડાવવાની ધમકી આપી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે આ ધમકીભર્યા કોલની તપાસ શરૂ કરી છે. આ સાથે ધમકીભર્યા કોલના કારણે માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે. રવિવારે માતોશ્રીમાં લેન્ડલાઇન નંબર પર કોલ આવ્યો અને કોઈ અજાણ્યો શખ્સ માતોશ્રીને […]

Uncategorized
90aa759ddf96e0ec5e6f02fcc951522a ઉદ્ધવ ઠાકરેનાં માતોશ્રી નિવાસને ઉડાવાની મળી ધમકી, મચ્યો હડકંપ
90aa759ddf96e0ec5e6f02fcc951522a ઉદ્ધવ ઠાકરેનાં માતોશ્રી નિવાસને ઉડાવાની મળી ધમકી, મચ્યો હડકંપ

મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન માતોશ્રીને ઉડાવવાની મળી ધમકી મળી છે. દુબઈના કોઈ અજાણ્યા શખ્સે ફોન પર માતોશ્રીને ઉડાવવાની ધમકી આપી છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે આ ધમકીભર્યા કોલની તપાસ શરૂ કરી છે. આ સાથે ધમકીભર્યા કોલના કારણે માતોશ્રીની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

રવિવારે માતોશ્રીમાં લેન્ડલાઇન નંબર પર કોલ આવ્યો અને કોઈ અજાણ્યો શખ્સ માતોશ્રીને ઉડાવી દેવાની ધમકી આપે છે. ચાર વખત વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી હતી. આ વ્યક્તિ પોતાને દુબઈથી જણાવી રહ્યો હતો અને દાઉદ ઇબ્રાહિમનું નામ લઈને ધમકી આપી રહ્યો હતો.

જ્યારે, મુંબઇ ક્રાઈમ બ્રાંચના જણાવ્યા અનુસાર દુબઇથી રાત્રે 2 વાગ્યે માતોશ્રી પર 2 કોલ આવ્યા હતા. કોલરે કહ્યું કે દાઉદભાઇ સીએમ સાથે વાત કરવા માગે છે, તેથી તેઓ કોલ ટ્રાન્સફર કરવા માટે બોલતા હતા. પરંતુ ઓપરેટર આમ કર્યું નહીં. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. ક્રાઈમ બ્રાંચે માતોશ્રીને ઉડાવી દેવાની ધમકીને નકારી છે.

આપણે જણાવી દઇએ કે આ પહેલા પણ માતોશ્રીને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે.મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણેએ તેમના પુસ્તકમાં લખ્યું છે કે શિવસેના પ્રમુખના નિવાસસ્થાન માતોશ્રીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે ઉદ્ધવ ઠાકરેએ તત્કાલીન મુખ્યમંત્રી શરદ પવારને ફરિયાદ કરી હતી. આ પછી, માતોશ્રીની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.