Not Set/ કુમાર સંગકારાએ 2011 વર્લ્ડકપ ફાઈનલમાં ટોસને લઇને કર્યો મોટો ખુલાસો

ક્રિકેટનાં ચાહકો માટે આનંદની સૌથી મોટી પળ 2011 વર્લ્ડકપ જીત હતી. જેની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનું અદભૂત કાર્ય કર્યું હતું. આજે પણ ચાહકો તે ભૂલ્યા નથી, ધોનીની તે સિક્સ જેણે કરોડો ભારતીઓને 1983 બાદ સૌથી મોટી ખુશી આપી હતી. જેને લઇને શ્રીલંકાનાં કેપ્ટન કુમાર સંગકારાએ અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ […]

Uncategorized
e8f1bac0bce164546ca5950485c0bbb7 કુમાર સંગકારાએ 2011 વર્લ્ડકપ ફાઈનલમાં ટોસને લઇને કર્યો મોટો ખુલાસો

ક્રિકેટનાં ચાહકો માટે આનંદની સૌથી મોટી પળ 2011 વર્લ્ડકપ જીત હતી. જેની ફાઇનલમાં ભારતે શ્રીલંકાને હરાવીને 28 વર્ષ બાદ વર્લ્ડ કપનો ખિતાબ જીતવાનું અદભૂત કાર્ય કર્યું હતું. આજે પણ ચાહકો તે ભૂલ્યા નથી, ધોનીની તે સિક્સ જેણે કરોડો ભારતીઓને 1983 બાદ સૌથી મોટી ખુશી આપી હતી. જેને લઇને શ્રીલંકાનાં કેપ્ટન કુમાર સંગકારાએ અશ્વિન સાથે ઇન્સ્ટાગ્રામ પર લાઇવ ચેટ દરમિયાન 2011 વર્લ્ડ કપની યાદો શેર કરી હતી.

209c5808632f507dc5cbd7018af8aba5 કુમાર સંગકારાએ 2011 વર્લ્ડકપ ફાઈનલમાં ટોસને લઇને કર્યો મોટો ખુલાસો

ખાસ કરીને સંગાકારાએ ટોસ દરમિયાન ધોની (એમએસ ધોની) સાથે થયેલી ગેરસમજ વિશે વાત કરી હતી. આપને જણાવી દઈએ કે, 2011 નાં વર્લ્ડ કપ ફાઇનલમાં, બે વખત ટોસ થયા હતા. જેને યાદ કરતા સંગકારાએ કહ્યું કે મોટી સંખ્યામાં દર્શકો વાનખેડેમાં આવ્યા હતા અને ખૂબ જોરથી બૂમો પાડી રહ્યા હતા. અમને કઈ જ સંભળાઈ રહ્યુ નહોતું. આવી સ્થિતિમાં, જ્યારે પ્રથમ વખત ટોસ થયો ત્યારે હું જીત્યો પણ માહીની કંફર્મ નહોતો, તેણે મને કહ્યું કે શું તમે ટેઈલકહ્યું હતુ, મેં ના કહ્યું, મેં હેડકહ્યું છે. મેચ રેફરી પણ મારા ટોસ જીત પર સંમત થયા હતા, પરંતુ ધોનીએ મારો કોલ સાંભળ્યો નહીં. આવી સ્થિતિમાં માહીએ મને ફરીથી ટોસ કરવાનું કહ્યું. તે પછી ફરી ટોસ થયો જેમા ફરી હુ ટોસ જીત્યો હતો.

સંગકારાએ કહ્યું કે હું કહી શકતો નથી કે તે નસીબ હતું, પરંતુ જો તે દિવસે ભારત ટોસ જીત્યુ હોત તો કદાચ ભારતીય ટીમે પહેલા બેટિંગ કરી હોત. આપને જણાવી દઈએ કે, શ્રીલંકાએ ફાઈનલમાં પ્રથમ બેટિંગ કરી હતી અને 6 વિકેટે 274 રન બનાવ્યા હતા, ત્યારબાદ ભારતીય ટીમે 4 વિકેટ ગુમાવીને 48.2 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું હતું. ધોનીએ નુવાન કુલશેકરાનાં બોલ પર વિનિંગ સિક્સર ફટકારીને ભારતને જીત અપાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.