Not Set/ વિશ્વમાં કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 5.73 લાખ કેસ નોંધાયા

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 5.73 લાખ કોરોનાનાં કેસ સામે આવ્યા છે.

Breaking News
sss 19 વિશ્વમાં કોરોના બેકાબુ, છેલ્લા 24 કલાકમાં રેકોર્ડબ્રેક 5.73 લાખ કેસ નોંધાયા

આજે સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દુનિયાભરમાં રેકોર્ડબ્રેક કેસ સામે આવ્યા છે. જણાવી દઇએ કે, છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં 5.73 લાખ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જે હવે એક મોટી ચિંતાનું કારણ બનીને આપણી સમક્ષ છે.

આપને જણાવી દઇએ કે, આજે સમગ્ર વિશ્વ કોરોનાની ઝપટમાં આવી ગયુ છે. ત્યારે જો અમેરિકાની વાત કરીએ તો ત્યા છેલ્લા 24 કલાકમાં 1.01 લાખ કોરોનાનાં કેસ સામે આવ્યા છે. જ્યારે ફ્રાન્સમાં 49 હજાર કેસ સામે આવ્યા છે. પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વધુ ખરાબ થતી હોય તેવુ લાગી રહ્યુ છે. જો કે છેલ્લા ઘણા દિવસોથી ભારતમાં કોરોનાનાં કેસ ઓછા સામે આવી રહ્યા છે. વળી હવે ભારતમાં કોરોનાથી રિકવરીનો રેટ પણ ઉપર જવા લાગ્યો છે. જો કે તે વાત પણ સાચી છે કે હજુ કોરોના આપણા જીવનથી અલગ થયો નથી. જે સ્પષ્ટપણે આપણને છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં આવેલા આંકડા જોઇને ખ્યાલ આવી રહ્યો છે. કોરોના વિશે વડા પ્રધાન મોદીએ પણ દેશવાસીઓને સલાહ આપી છે કે, લોકડાઉન ખતમ થયુ છે, કોરોનાની નહી.