Not Set/ સુરત: 14 વર્ષની તરૂણી પર ત્રણ નરાધમો આચર્યું હતું દુષ્કર્મ, ગેંગરેપના આરોપીઓ પોલીસ સકંજામાં

અભ્યાસમાં મન ન લાગતાં 14 વર્ષની તરૂણી ઘરેથી ભાગીને સુરત આવી અને સુરતમાં ત્રણ નરાધમોએ આશરો આપવાની વાત કરી રૂમમાં ગોંધી રાખી સગીરા પર વારાફરતી ગેંગરેપ કર્યો હતો. બસ સ્ટોપ પર સગીરા રડતી હોવાથી રાહદારીએ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. જેથી ગેંગરેપની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે. સુરત પોલીસે 14 વર્ષિય સગીરા પર ગેંગરેપ કરનારા […]

Gujarat Surat
ahmedabad 5 સુરત: 14 વર્ષની તરૂણી પર ત્રણ નરાધમો આચર્યું હતું દુષ્કર્મ, ગેંગરેપના આરોપીઓ પોલીસ સકંજામાં

અભ્યાસમાં મન ન લાગતાં 14 વર્ષની તરૂણી ઘરેથી ભાગીને સુરત આવી અને સુરતમાં ત્રણ નરાધમોએ આશરો આપવાની વાત કરી રૂમમાં ગોંધી રાખી સગીરા પર વારાફરતી ગેંગરેપ કર્યો હતો. બસ સ્ટોપ પર સગીરા રડતી હોવાથી રાહદારીએ મહિલા હેલ્પલાઇનને જાણ કરી હતી. જેથી ગેંગરેપની ચોંકાવનારી હકીકતો બહાર આવી છે.

સુરત પોલીસે 14 વર્ષિય સગીરા પર ગેંગરેપ કરનારા 3 આરોપીઓને શોધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. થોડા દિવસો અગાઉ ડાંગમાં રહેતી સગીરાનું શાળામાં મન ના લાગતા શાળા જવાને બદલે બસમાં બેસી સુરત આવી પહોંચી હતી.

આ દરમિયાન બસ સ્ટેન્ડ પાસે મનીષ નામના શખ્સની નજર સગીરા પર પડી હતી અને સગીરાની એકલતાનો લાભ લઈ તેને ફોસલાવી પોતાના રૂમ પર લઈ જઈ ગેંગરેપ કર્યો હતો.

ahmedabad 4 સુરત: 14 વર્ષની તરૂણી પર ત્રણ નરાધમો આચર્યું હતું દુષ્કર્મ, ગેંગરેપના આરોપીઓ પોલીસ સકંજામાં

આરોપીઓએ સગીરાને બે દિવસ સુધી ગોંધી રાખી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ સગીરાને રેલ્વે સ્ટેશન પર મૂકી ફરાર થઈ ગયા હતા

મહિઘર પોલીસે સગીરાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે ગેંગરેપનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડ્યા હતા.