- ચિત્રાખાડી વિસ્તારમાં રહીશોની હાલત બદતર
- ગંદા પાણીમાં રહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા
- જમવા અને પીવાના પાણી માટે ભારે સંઘર્ષ
- ગોધરા શહેરમાં સતત બે દિવસ ભારે વરસાદ
- વરસાદના કારણે જળબંબાકાર
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે અનેક વિસ્તારોને બાનમાં લીધા છે. અનેક જિલ્લામાં હજુ પણ ઠેરઠેર પાણી ભરાયેલા છે. લોકો હાલાકી સામનો કરી રહ્યા છે. ત્યારે ગોધરા જિલ્લાને પણ વરસાદે ઘમરોડયું હતું. અને હાલમાં પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે.
ગોધરા શહેરમાં બે દિવસ સતત ધોધમાર વરસાદને કારણે હાલમાં પણ મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ ત્યારે ચિત્રાખાડી વિસ્તારના રહીશો હાલ પણ ગંદા પાણીમાં રહેતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.. અહીંના રહીશોને જમવા અને પીવાના પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. પંચમહાલ જિલ્લા સમેત ગોધરા શહેરમાં સતત બે દિવસ ભારે વરસાદ પડવાને કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી સોસાયટીઓ વરસાદી પાણીનો નિકાલ ન હોવાને પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેને લઈને સ્થાનિક રહીશોને ભારે હાલાકીઓનો સામનો કરવો પડી રહયો છે.
સોસાયટીમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ફરી વળતાં ઘરવખરી પણ પલળી જવાથી ભારે નુકસાન થયું હતું, અને આજુબાજુના સોસાયટીના લોકોના રીક્ષા સહિતના સાધનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
વરસાદે વિરામ લીધો હોવા છતાં સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સહાય કે પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવામાં આવી નથી જેને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
તો આગામી દિવસોમાં ગંભીર રોગચાળો ફેલાવવાની પણ પણ લોકો શંકા વિકટ કરી રહ્યા છે.
Heavy Rain / આકાશી આફત, માનવીઓ લાચાર… ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં પૂર