કુલ 17 માંથી 9 ખેલાડીઓ માત્ર વડોદરાથી
GCA અને સૌરાષ્ટ્રનાં કુલ 17 ખેલાડીનો સમાવેશ
18 ફેબ્રુ.એ ચેન્નઇમાં યોજાવાની છે હરાજી
રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું દરેક ક્રિકેટરનું સ્વપ્ન હોય છે. આગામી IPL માટે ક્રિકેટરોની હરાજી થવા જઈ રહી છે. આગામી18 ફ્રેબુઆરીના રોજ IPL ક્રિકેટરોની હરાજી થશે. જેમાં અધધધ કહી શકાય એવા ગુજરાતી યુવાઓને સ્થાન મળ્યું છે.
covid19 / CMનો ચાર્જ અન્ય કોઇને નહિ અપાય : ડે. CM નીતિન પટેલ
Political / કોંગ્રેસના 20 સ્ટાર પ્રચારકોની યાદી તૈયાર, આ મહાનુભાવો ઉતરશે મેદાનમાં…
બીસીસીઆઈએ 18 ફ્રેબુઆરીના રોજ થનાર હરાજી માટેના ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આઈપીએલની હરાજી માટે 292 ખેલાડીઓનો સમાવેશ કરાયો છે. હરાજી ની યાદીમા વડોદરાના 9 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જીસીએ, સૌરાષ્ટ્ર ના કુલ મળીને 17 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાંથી 9 ખેલાડીઓ માત્ર વડોદરા ના છે. જે ગુજરાત રાજ્ય માટે ખરેખર ગૌરવ લેવા જેવી બાબત છે.
વડોદરાના આ નવા ખેલાડીઓમાં વિષ્ણુ સોલંકી, અતીત શેઠ, કેદાર દેવધર, લુકમાન મેરીવાલા, અંશ પટેલ, સ્મીત પટેલ, લેટેસ્ટ કુમાર અને કાર્તિક કાકડેનો સમાવેશ થાય છે.
સૌરાષ્ટ્ર ના ચાર ખેલાડીઓમાં પ્રેરક માંકડ, અવી બારોટ, ધર્મેન્દ્રસીહ જાડેજા અને ચેતન સાકરિયાનો સમાવેશ થાય છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
