Indian Women’s Cricket Team Announcement: ઓસ્ટ્રેલિયા સામેની T20 સીરીઝ માટે 15 સભ્યોની ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી 9મી ડિસેમ્બરથી શરૂ થશે. હરમનપ્રીત કૌર કેપ્ટન અને સ્મૃતિ મંધાના વાઇસ કેપ્ટન હશે. ફાસ્ટ બોલર પૂજા વસ્ત્રાકર ઈજાગ્રસ્ત છે. જેના લીધે આ શ્રેણી માટે તેની પસંદગી પર વિચાર કરવામાં આવ્યો ન હતો. T20 શ્રેણીની તમામ પાંચ મેચો માત્ર મુંબઈમાં જ યોજાશે. જ્યારે પ્રથમ બે T20 નવી મુંબઈના DY પાટિલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે છેલ્લી ત્રણ મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડ કપની તૈયારીઓના સંદર્ભમાં આ શ્રેણી બંને ટીમો માટે મહત્વપૂર્ણ રહેશે. ઉલ્લેખનીય છે કે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં મહિલા T20 વર્લ્ડ કપ દક્ષિણ આફ્રિકામાં રમાશે.
#TeamIndia squad:
Harmanpreet Kaur (C), Smriti Mandhana (VC), Shafali Verma, Yastika Bhatia (wk), Jemimah Rodrigues, Deepti Sharma, Radha Yadav, Rajeshwari Gayakwad, Renuka Singh Thakur, Meghna Singh, Anjali Sarvani, Devika Vaidya, S Meghana, Richa Ghosh (wk), Harleen Deol.— BCCI Women (@BCCIWomen) December 2, 2022
હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામેની ટી20 શ્રેણીમાં જીતનો સિલસિલો જાળવી રાખવા માંગશે. ભારતે ઓક્ટોબરમાં જ શ્રીલંકાને હરાવીને મહિલા એશિયા કપ જીત્યો હતો. આવી સ્થિતિમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમ: હરમનપ્રીત કૌર (c), સ્મૃતિ મંધાના (vc), શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા (wk), જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા, રાધા યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર, મેઘના સિંહ, અંજલિ શર્વણી, દેવિકા વૈદ્ય, એસ મેઘના, રિચા ઘોષ (વિકેટકીપર), હરલીન દેઓલ.
