પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં આવેલાં બંગાળ સફારી પાર્કમાં એક વાઘનાં બચ્ચાનું મૃત્યુ થયું છે. આ વર્ષનાં ઓગસ્ટ મહિનામાં જન્મેલાં ત્રણ બેબી વાઘમાંથી એક બેબી વાઘ જેનું નામ ઇકા હતું એનું આજ સવારે જ મૃત્યુ થયું છે પરંતુ હજી સુધી મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.
Siliguri: Ika, one of the three tiger cubs born at Bengal Safari Park in August this year, was found dead early morning today. Cause of death not yet ascertained. #WestBengal Chief Minister Mamata Banerjee had named the tiger cubs Kika, Rika and Ika. pic.twitter.com/kA6Lt0XjlS
— ANI (@ANI) October 30, 2018
પશ્ચિમ બંગાળના સીલીગુરીમાં આવેલાં બેન્ગાલ સફારી અભયારણ્યમાં જન્મેલાં આ ત્રણ બેબી વાઘનું નામકરણ સીએમ મમતા બેનર્જીએ કર્યું હતું. એમણે આ વાઘનાં બચ્ચાને કીકા, રિકા અને ઇકા નામ આપ્યા હતા.

આ વન્ય જીવ અભયારણ્યમાં બંગાળી વાઘ, હરણ, ગેંડા, પક્ષીઓ વગેરે જોવા મળે છે. ઇકાના મૃત્યુ બાદ હવે બે બેબી વાઘ કીકા અને રિકા અભયારણ્યમાં બચ્યા છે. આ સફારી પાર્કમાં તમે પરિવાર સાથે ફરી શકો છો. એન્ટ્રી ફી આપીને તમે આ અભયારણ્યનો નજરો માણી શકો છો.
