લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા કોવડિયા કોલોની ખાતે સ્પિકર્સ કોન્ફરન્સમાં હાજરી આપવા માટે ગુજરાત આવી ગયા છે. લોકસભા અધ્યક્ષ દ્વારા આ મોકા પર પત્રકાર પરિષદને સંબોધવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, 25 અને 26 નવેમ્બરના રોજ કેવડિયામાં ઓલ ઈન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ યોજાશે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે. આ કોન્ફરન્સમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ હાજર રહેશે તથા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન રૂપાણી પણ જોડાશે. કોન્ફરન્સના સમાપનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે.
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાની પત્રકાર પરિષદનાં મુખ્ય અંશ
- આ સંમેલનમાં લોકશાહીને વધુ સુદ્રઢ બનાવવા ચર્ચા કરાશે..
- કેવડીયામાં યોજાનારી કોંનફરન્સ વિશે આપી માહિતી
- 25 અને 26 નવેમ્બર ના યોજાશે 80મી કોંનફરન્સ
- 25મીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે કોંફરન્સ નું ઉદ્ઘાટન
- રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ વેકૈયા નાયડુ રહેશે હાજર
- લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પણ રહેશે હાજર
- ગુજરાત ના રાજ્યપાલ આચાર્ય દેવવર્ત અને મુખ્યમંત્રી પણ જોડાશે
- સમાપનમાં પીએમ નરેન્દ્ર મોદી કરશે સંબોધન
- 2 દિવસના સંમેલનમાં રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી માર્ગદર્શન આપશે
- આ સંમેલન માં લોકતંત્ર ને વધુ મજબૂત કરવા ચર્ચા કરાશે
- લોકતંત્ર માં લોકોની આસ્થા વધી છે
- દરેક ચૂંટણી વખતે મતદારો નો વિશ્વાસ લોકતંત્ર માં વધી રહયી છે
- સંસદમાં કાયદો બને છે અને ચૂંટાયેલા પ્રતિનિધી જનતા ની સમસ્યા નું નિરાકરણ લાવે છે
- ઉત્તરાખંડ માં મળેલા સંમેલનમાં
- કાયદામાં પરિવર્તન વિશે ચર્ચા કરી
- માહિતી સંકલન ની કામગીરી ચાલી રહી છે
- દેશની તમામ વિધાનસભા ની કામગીરી એકજ માધ્યમ પર જોઈ શકાય
- તમામ વિધાનસભાની કામગીરી સુકનારુંરૂપે ચાલે તે માટે કમિટી બનાવાઈ છે
- આ કમિટીના સૂચનો પર સંમેલનમાં ચર્ચા કરાશે
- કોરોનાકાળમાં સંમેલન મળવા મુદ્દે
- અમે કોરોનામાં સંસદ અને વિધાનસભા ચલાવી
- અમારા કર્તવ્ય અંતર્ગત સંમેલનનું આયોજન કર્યું
- સંકટના સમયે પણ બધા અધ્યક્ષ કેવડિયા આવી રહ્યા છે
- વિધાનસભા કાર્યવાહી નું લાઈવ પ્રસારણ કરવું કે નહીં તે પ્રત્યેક વિધાનસભા નો વ્યક્તિગત અધિકાર : ઓમ બિરલા
જુઓ – ઓમ બિરલાની પત્રકાર પરિષદ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….
