Kheda News/ બાળકોની દવાના નામે શંકાસ્પદ ધંધો? કપડવંજના દવાખાનામાં FDCAનો દરોડો, 160 બોટલો મળી

Kapadvanj FDCA raid: કપડવંજમાં ‘રતવાની દવા’ના નામે કથિત ગેરકાયદે દવા બનાવવાના અને વેચાણના મામલે FDCAનો દરોડો. 160 શંકાસ્પદ બોટલો સહિત રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત કરાયો.

Others Top Stories Gujarat
Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી

Kheda News: ખેડા જિલ્લાના કપડવંજમાં બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલો ગંભીર મામલો સામે આવ્યો છે. ધોળીકૂઈ (ગોલવાડ) વિસ્તારમાં આવેલા ડૉ. બાવીસીવાળાના દવાખાનામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Kapadvanj FDCA raid)ની ટીમે દરોડો પાડી કાયદેસર પરવાના વિના દવા બનાવવાના અને વેચાણ કરવાના કથિત ગેરકાયદેસર વ્યવહારનો પર્દાફાશ કર્યો છે. કાર્યવાહી દરમિયાન ‘રતવાની દવા’ના (Ratvani medicine) નામે તૈયાર કરવામાં આવતો શંકાસ્પદ જથ્થો, ખાલી બોટલો અને અન્ય સામગ્રી મળી આવતા તંત્રએ કુલ રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજ્યમાં ગેરકાયદેસર અને નકલી દવાઓ સામે ચાલી રહેલી ‘ઝીરો ટોલરન્સ’ નીતિ અંતર્ગત મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રી  પ્રફુલ પાનશેરીયાની સૂચનાથી નડિયાદ મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બાતમીના આધારે તંત્રની કાર્યવાહી

નડિયાદ વિભાગના ઔષધ નિરીક્ષકોને મળેલી ચોક્કસ બાતમીના આધારે FDCAની ટીમે કપડવંજના ધોળીકૂઈ વિસ્તારમાં આવેલા દવાખાનામાં તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દવાખાનામાં દવાના (illegal drug manufacturing) ઉત્પાદન, પેકિંગ અને વેચાણ સાથે જોડાયેલી કેટલીક સામગ્રી મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં જરૂરી કાયદેસર પરવાના અને દસ્તાવેજો વિના આ પ્રવૃત્તિ ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે.

બાળકોને અપાતી ‘રતવાની દવા’ની તપાસ

તપાસ દરમિયાન આશરે 160 લેબલ વગરની શંકાસ્પદ (suspicious medicine bottles) બોટલો, લગભગ 1000 ખાલી બોટલો તેમજ વિટામિન-બી કોમ્પ્લેક્સના 4.5 લિટરના કુલ 92 કન્ટેનર મળી આવ્યા હતા. આ સામગ્રીનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવતો હતો અને તેને દર્દીઓને કયા નામે આપવામાં આવતી હતી તે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

દૂર-દૂરથી લોકો દવા લેવા આવતા હોવાનો દાવો

Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી
160 લેબલ વગરની બોટલો મળી

મળતી માહિતી પ્રમાણે, દવાખાનામાં તૈયાર કરવામાં આવતી ‘રતવાની દવા’ નાના બાળકોને આપવામાં આવતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દવા લેવા માટે સ્થાનિક ઉપરાંત આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો આવતા હોવાની માહિતી સામે આવી છે. જોકે, આ દવાથી બાળકોના સ્વાસ્થ્ય પર કોઈ અસર થતી હતી કે નહીં તે અંગે અંતિમ નિષ્કર્ષ દવાના નમૂનાઓના વૈજ્ઞાનિક પરીક્ષણ બાદ જ સ્પષ્ટ થશે.

વિટામિન-બી કોમ્પ્લેક્સનું રીપેકિંગ થતું હોવાની પ્રાથમિક માહિતી

FDCAની પ્રાથમિક તપાસમાં દવાખાનામાં વિટામિન-બી કોમ્પ્લેક્સને અન્ય રીતે પેક કરીને ‘રતવાની દવા’ તરીકે દર્દીઓને આપવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે જરૂરી કાયદેસર પરવાના અને મંજૂરી લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દે તંત્રએ તપાસ શરૂ કરી છે.

રૂ.66,400નો મુદ્દામાલ જપ્ત

Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી
Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી

દરોડા દરમિયાન મળી આવેલી શંકાસ્પદ બોટલો, ખાલી બોટલો અને અન્ય દવાના જથ્થા સહિત કુલ રૂ.66,400નો મુદ્દામાલ તંત્ર દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા દવાના નમૂનાઓ વધુ તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

Drugs and Cosmetics Act હેઠળ તપાસ

Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી
Kapadvanj FDCA raid: 160 લેબલ વગરની બોટલો મળી

સમગ્ર મામલે Drugs and Cosmetics Act હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દવાના નમૂનાઓના લેબોરેટરી રિપોર્ટ, દવાના ઉત્પાદન અને પેકિંગની પ્રક્રિયા તથા તેના વેચાણ અંગેની વિગતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહ્યું છે.

બાળકોની સારવારના નામે ચાલતી પ્રવૃત્તિએ ઉઠાવ્યા સવાલ

કપડવંજમાં દવાખાનામાંથી આ પ્રકારનો શંકાસ્પદ જથ્થો મળી આવતાં બાળકોને આપવામાં આવતી દવાઓની ગુણવત્તા અને તેની કાયદેસર મંજૂરી અંગે પણ સવાલો ઊભા થયા છે. હવે લેબોરેટરી રિપોર્ટ અને FDCAની આગળની તપાસ બાદ જ સમગ્ર મામલાની હકીકત વધુ સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: અમદાવાદ હાઈવે પર એક્સપાયર દવાઓનો જથ્થો ફેંકાયો, મીડિયા અહેવાલ બાદ GPCBની એન્ટ્રી

આ પણ વાંચો: પંચમહાલના ગોધરામાં ATS દ્વારા દરોડા પાડવામાં આવ્યા, શંકાસ્પદ દવાને લઈ ફાર્મામાં તપાસ કરવામાં આવી

આ પણ વાંચો: સુરતમાં વજન ઉતારવાની દવાના નામે ₹1.77 કરોડની છેતરપિંડી, 4 ઝડપાયા