Patan News/ પાટણમાં પિતા-બે પુત્રોને આજીવન કેદ: માલસુંદ હત્યા કેસમાં સેશન્સ કોર્ટનો મોટો ચુકાદો, મૃતકના પુત્રને રૂ.3 લાખ વળતર મળશે

Jayantiji Thakor murder Case: માલસુંદ હત્યા કેસમાં પાટણ સેશન્સ કોર્ટે પિતા અને બે પુત્રોને આજીવન કેદની સજા ફટકારી. ત્રણેયને કુલ ₹3 લાખનો દંડ અને મૃતકના પુત્રને વળતર ચૂકવવાનો હુકમ.

Gujarat Top Stories Others
Jayantiji Thakor murder Case: પિતા અને 2 પુત્રોને આજીવન કેદ

Patan News: પાટણના હારીજ તાલુકાના માલસુંદ ગામમાં 2023માં થયેલા જયંતિજી ઠાકોર હત્યા કેસમાં (Jayantiji Thakor murder Case) સેશન્સ કોર્ટે પિતા અને તેમના બે પુત્રોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે ત્રણેય આરોપીઓને કુલ રૂ.3 લાખનો દંડ પણ કર્યો છે અને આ રકમ મૃતકના પુત્ર કિશનજીને વળતર તરીકે ચૂકવવાનો આદેશ આપ્યો છે.

Jayantiji Thakor murder Case: જૂની અદાવતમાં જીવલેણ હુમલો

કેસની વિગતો મુજબ, 30 જાન્યુઆરી 2023ના રોજ માલસુંદ ગામના ભલાણા ત્રણ રસ્તા નજીક જૂની અદાવતના મનદુઃખને લઈને જયંતિજી ઠાકોર પર હુમલો કરવામાં (Malsund murder case) આવ્યો હતો. આરોપી પ્રહલાદજી ઉર્ફે વિષ્ણુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર અને સચીનજી ઠાકોરે એકસંપ થઈને જયંતિજી પર તીક્ષ્ણ ધારીયા વડે હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓને પગલે તેમને સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ત્રણેય આરોપીઓને આજીવન કેદ

હત્યા કેસની સુનાવણી દરમિયાન રજૂ થયેલા પુરાવા અને દલીલોને ધ્યાને લઈ સેશન્સ જજ એમ. એ. શેખે પ્રહલાદજી ઉર્ફે વિષ્ણુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર અને સચીનજી ઠાકોરને IPCની કલમ 302 અને 34 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે ત્રણેયને જીવનના છેલ્લા શ્વાસ સુધીની આજીવન (Patan court verdict) કેદની સજા સંભળાવી છે.

રૂ.3 લાખનો દંડ, મૃતકના પુત્રને મળશે વળતર

કોર્ટે ત્રણેય આરોપીઓને પ્રત્યેક રૂ.1 લાખનો દંડ ફટકાર્યો છે. એટલે કે કુલ રૂ.3 લાખનો દંડ કરવામાં (murder conviction)
આવ્યો છે. આ દંડની રકમ મૃતક જયંતિજી ઠાકોરના પુત્ર કિશનજીને વળતર તરીકે ચૂકવવાનો હુકમ કરવામાં આવ્યો છે. જો આરોપીઓ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જાય તો તેમને વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ પણ બે માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે.

વર્ષો જૂની અદાવતનો કરુણ અંત

કેસની પૃષ્ઠભૂમિમાં વર્ષો જૂનું મનદુઃખ હોવાનું સામે આવ્યું હતું. મૃતક જયંતિજી આશરે 12થી 13 વર્ષ પહેલાં બળાત્કારના એક કેસમાં સજા ભોગવી ચૂક્યા હતા અને આશરે 5થી 6 વર્ષ પહેલાં જેલમાંથી મુક્ત થયા હતા. ત્યારબાદ જૂના કેસને લઈને રમીલાબેનના પુત્રો અને ભાઈ સાથે તેમનું મનદુઃખ ચાલતું હોવાનું કેસમાં સામે આવ્યું હતું. આ અદાવતને કારણે અગાઉ પણ ઝઘડા અને ધમકીની ઘટનાઓ બનતી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

કોર્ટનું મહત્વપૂર્ણ અવલોકન

ચુકાદો આપતી વખતે કોર્ટે નોંધ્યું હતું કે ત્રણેય આરોપીઓએ સમાન ઈરાદાથી તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરીને જયંતિજી ઠાકોરની હત્યા કરી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ગુનાની ગંભીરતા પ્રમાણે સજા થવી જરૂરી છે. જોકે, આ કેસ ‘રેરેસ્ટ ઓફ ધ રેર’ શ્રેણીમાં આવતો ન હોવાથી દેહાંત દંડને બદલે કાયદા હેઠળની આજીવન કેદની સજા યોગ્ય હોવાનું કોર્ટે માન્યું હતું.

ચુકાદાથી હત્યા કેસમાં આવ્યો કાનૂની અંત

માલસુંદ ગામના આ હત્યા કેસમાં લાંબી કાનૂની પ્રક્રિયા બાદ પાટણ સેશન્સ કોર્ટે પિતા અને તેમના બે પુત્રોને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ મૃતકના પુત્રને રૂ.3 લાખનું વળતર આપવાનો આદેશ કરવામાં આવતા ચુકાદો કેસમાં મહત્વપૂર્ણ તબક્કો સાબિત થયો છે.


આ પણ વાંચો: અકસમાત પહેલાં જાગશે તંત્ર? પાટણમાં ઓવરલોડ રેતીની ટ્રકો સામે કાર્યવાહીની માંગ

આ પણ વાંચો: ધ્રોલના ભૂચરમોરી નજીક જર્જરિત પાણીની ટાંકી જમીનદોસ્ત: દુર્ઘટનાના ભય વચ્ચે તંત્રની કાર્યવાહી, સ્થાનિકોએ લીધી રાહત

આ પણ વાંચો: રાજકોટમાં રિક્ષા ભાડા વધારવાની માંગ; CNG મોંઘો થતા અને રેપિડો સામે રિક્ષાચાલકો આક્રમક