Bharuch News/ અરજીની તપાસમાં હેરાન ન કરવા લાંચ લેતા ભરૂચનો પોલીસ કોન્સ્ટેબલ ઝડપાયો

લાંચ માંગવા વિરૂદ્ધમાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી થઈ હતી

Gujarat Others
અરજીની તપાસમાં હેરાન ન કરવા લાંચ માંગી હતી
Bharuch News : ભરૂચના જંબુરસર પોલીસ સ્ટેશનમાં થયેલી એક અરજીની તપાસમાં હેરાન ન કરવા માટે રૂ.75,000ન લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલ ACBને હાથે ઝડપાઈ ગયો હતો.
આ કેસની વિગત મુજબ અરજદાર વિરૂદ્ધમાં જંબુસર પોલીસ સ્ટેશન ખાતે અરજી થઈ હતી. આ અરજીની તપાસ આમોદ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ નારણ ફતુભાઈ વસાવા કરતો હતો. જેને આધારે આ હેડ કોન્સ્ટેબલે  સામાવાળા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ જંબુસરનાઓ સમક્ષ અટકાયતી પગલા લીધા હતા.

આ અરજી તપાસના કામે હેરાન ન કરવા માટે હેડ કોન્સ્ટેબલ નારણ વસાવાએ પ્રથમ રૂ.70,000-તથા બીજી વાર પતાવટના રૂ.5,000 આમ  કુલ રૂ.75,000ની લાંચની માંગણી કરી હતી.  આ અંગે ACB માં ફરિયાદ કરવામાં આવતા જંબુસર ખાતે આવેલ “ભાટીયા” મોબાઈલની દુકાન પર તથા મામલતદાર કચેરી, જંબુસરના કંપાઉન્ડમાં જાળ બિછાવવામાં આવી હતી. જેમાં લાંચ લેતા હેડ કોન્સ્ટેબલ નારણ વસાવા ઝડપાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરતમાં DGVCLના સિનિયર ક્લાર્કની ખેડૂત પાસેથી લાંચ લેતા ACBએ કરી ધરપકડ

આ પણ વાંચો: બોટના રજીસ્ટ્રેશન માટે 10 હજારની લાંચ લેતા પોરબંદરનો પ્રજાજન ઝડપાયો

આ પણ વાંચો: 2 લાખની લાંચ લેતા જૂનાગઢ MT વિભાગનો આઉટ સોર્સ ડ્રાઈવર ઝડપાયો