@ભાવેશ શર્મા
Nadiad News: જો તમે આ વખતે કેદારનાથ ધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે છે. હવે ઉત્તરાખંડમાં કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર સેવાનું ઓનલાઈન બુકિંગ ચાલુ થઇ ચુક્યું છે અને આ બુકિંગના નામે ઠગાઈ પણ કરવામાં આવી રહી છે. ખેડા જિલ્લાના નડિયાદમાં છેતરપિંડીનો એક મામલો સામે આવ્યો જેમાં ચારધામ યાત્રા જવાવાળા યાત્રિકો સાથે છેતરપિંડી થઈ છે. એક સાથે 10 મહિલાઓ સાથે છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર,નડિયાદની 10 મહિલાઓ દ્વારા ચારધામ માટે રજીસ્ટ્રેશન કરાવી અને યાત્રા જવાનું નક્કી કર્યું હતું. સિનિયર સિટીઝન મહિલાઓ હોવાને કારણે યાત્રાધામ ખાતે ચાલવું મુશ્કેલ હોવાને કારણે મહિલાઓ દ્વારા ઓનલાઇન હેલિકોપ્ટર માટે પૈસા ભર્યા હતા પરંતુ 83,000 ઉપરાંત પેમેન્ટ કર્યા બાદ પણ હેલિકોપ્ટરની ટિકિટ ન મળતા મહિલાઓ વ્યક્તિત થઈ હતી અને વારંવાર જે વ્યક્તિ પાસે ઓનલાઇન પેમેન્ટ કરાવ્યું હતું તેને ફોન કરી રજૂઆત કરી હતી ત્યારે હેલિકોપ્ટર બુક કરનાર વ્યક્તિ દ્વારા બીજા 54 હજાર રૂપિયા ભરવાનું કહેતા મહિલાઓની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા સાયબર ક્રાઈમ ખાતે ફરિયાદ કરી હતી ત્યારબાદ નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશન એ પહોંચી આ મહિલાઓએ છેતરપિંડીની
જાણો શું છે સાચી રીત
જે લોકોને લાંબા અંતરની મુસાફરી કરવામાં, ડુંગરાળ રસ્તાઓ પર વધારે ચાલવામાં અથવા વધુ ચાલવામાં તકલીફ પડે છે તેમની સુવિધા માટે કેદારનાથ ધામ સુધી હેલિકોપ્ટર સેવાને શરૂ કરવામાં આવી છે.
હેલિકોપ્ટરનું બુકિંગ ઓનલાઈન ઘરે બેઠા ખૂબ જ સરળતાથી કરી શકાય છે. પરંતુ કેદારનાથ માટે હેલિકોપ્ટર બુક કરવા માટે પણ ચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન હોવું ફરજિયાત છે. તેથી હેલિકોપ્ટર બુક કરાવતા પહેલા તમે ચાર ધામ યાત્રાનું રજિસ્ટ્રેશન પૂરું કરી લો.
કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટરનું બુકિંગ IRCTCની નિયુક્ત વેબસાઈટ પર જ જઈને કરવાનું રહેશે. હેલિકોપ્ટર બુકિંગ માટે IRCTCની વેબસાઇટ www.heliyatra.irctc.co.in પર જવું પડશે.
કેદારનાથની હેલિકોપ્ટર યાત્રા માટે IRCTCની નિયુક્ત વેબસાઈટ અનુસાર, હાલ 10 મેથી 20 જૂન અને 15 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2024 સુધી માટે હેલિકોપ્ટરનું બુકિંગ ચાલી રહ્યું છે. 21 જૂનથી 14 સપ્ટેમ્બર માટે હેલિકોપ્ટર બુકિંગની તારીખો અને બુકિંગ સંબંધિત માહિતી પછીથી જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો: મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી, રાહત મળવાની સંભાવના
આ પણ વાંચો: PM મોદી આજે તેમના મત વિસ્તાર વારાણસીમાં કરશે ધુંઆધાર પ્રચાર
આ પણ વાંચો: સોનિયા ગાંધીનો મતદાતાઓને સંદેશ, કોંગ્રેસની ‘મહાલક્ષ્મી’ યોજના બદલશે મહિલાઓનું જીવન
