Not Set/ બુલંદ શહેર હિંસા : મૃત પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા સીએમ યોગી

લખનૌ ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર સહિત એક યુવાનનું મૃત્યુ થયું હતું. ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બુલંદશહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા છે. #Lucknow: Family of Inspector Subodh Singh met Chief Minister Yogi Adityanath and UP DGP OP Singh […]

Top Stories India Trending Politics

લખનૌ

ઉત્તર પ્રદેશમાં બુલંદ શહેર જીલ્લામાં કોતવાલી ગામમાં સોમવારે ગૌહત્યા વિરુદ્ધ હિંસા ભડકી હતી. આ હિંસામાં ઇન્સ્પેકટર સુબોધ કુમાર સહિત એક યુવાનનું મૃત્યુ થયું હતું.

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ બુલંદશહેર હિંસામાં મૃત પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર સુબોધ સિંહના પરિવારને મળ્યા છે.

લખનૌમાં સીએમના નિવાસસ્થાને સુબોધસિંહના પરિવારની મુલાકાત રાખવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે ગઈ કાલે મૃત પોલીસની બહેન મનીષાએ સીએમ યોગી પર આકરો ગુસ્સો ઠાલવ્યો હતો. સીએમ યોગી તેના પરિવારને હજુ સુધી મળવા આવ્યા નથી તેવા આરોપો લગાવ્યા હતા.

અમારે રૂપિયા નથી જોઈતા 

મનીષાએ ૫૦ લાખ રૂપિયાના વળતર મામલે મનીષાએ કહ્યું કે અમારે રૂપિયા નથી જોઈતા. મારા ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે જેથી દુનિયા તેને સલામ કરે.

સરકાર ભાઈના નામનું સ્મારક બનાવે 

મૃત ઇન્સ્પેકટરની બહેને માંગ કરી છે કે તેમના ભાઈને શહીદ ઘોષિત કરવામાં આવે અને તેમના ગામમાં તેમનું નામનું સ્મારક બનાવવામાં આવે.

સુબોધ કુમાર કોઈ સામાન્ય માણસ નહતા આની પહેલા પણ તેમના પિતાએ જીવ ગુમાવ્યો હતો.

સુબોધ કુમારના પુત્રનું નિવેદન 

મૃત ઇન્સ્પેકટર સુબોધ કુમારના પુત્ર અભિષેકે બુલંદ શહેર હિંસા મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે માતા પિતા હંમેશા મને એક સારા નાગરિક બનવાનું કહેતા હતા. ધર્મના નામે થતી હિંસા તેઓ ક્યારેય ઇરછતા નહતા. આજે હિંદુ-મુસ્લિમની લડાઈને લીધે મે મારા પિતા ગુમાવ્યા છે હજુ આવા કેટલા લોકો આ જ લડતમાં તેમના પિતાને ગુમાવશે ?