Asia Cup/ અરે બાપ રે… કેએલ રાહુલે શાદાબના બોલને રોકેટની જેમ બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો: જુઓ વીડિયો

કેએલ રાહુલે પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી એશિયા કપની સુપર-4 મેચમાં શાનદાર બેટિંગ કરીને લોકોને ખુશ કરી દીધા હતા.

Trending Sports

ભારતીય ખેલાડી કેએલ રાહુલ મેદાન પર પોતાની તોફાની બેટિંગ માટે જાણીતો છે. કેએલ રાહુલ સમય છેલ્લા કેટલાક દિવસોથી સારો ચાલી રહ્યો ન હતો. ઈજાના કારણે તે ભારતીય ટીમમાંથી બહાર હતો, પરંતુ સોમવારે છ મહિના બાદ તેમણે એવું શાનદાર વાપસી કરી છે કે, ક્રિકેટનું મેદાન તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યા હતું.

કેએલ રાહુલે પાકિસ્તાન સામે કોલંબોમાં રમાઈ રહેલી એશિયા કપની સુપર-4 મેચમાં શાનદાર બેટિંગ કરીને લોકોને ખુશ કરી દીધા હતા. ઝડપી ફિફ્ટી ફટકાર્યા બાદ તેમણે શાદાબ ખાનના બોલ પર એવી ગગનચુંબી સિક્સર ફટકારી કે કોહલી અને રોહિત પણ દંગ રહી ગયા હતાં.

https://twitter.com/StarSportsIndia/status/1701205841729433621?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1701205841729433621%7Ctwgr%5E9cbd063adb7972d5ae6d12eccfeeec8bdf6366cf%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news24online.com%2Fsports%2Fcricket%2Find-vs-pak-kl-rahul-stunning-six-on-shadab-khan-ball-virat-kohli-rohit-sharma-stunned%2F338243%2F

35મી ઓવરમાં જોરદાર સિક્સર ફટકારી

આ દ્રશ્ય 35મી ઓવરમાં જોવા મળ્યા હતાં. કેએલ રાહુલે શાદાબના પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાનું વલણ દર્શાવ્યું હતું. હવે બીજા બોલનો વારો હતો. શાદાબે બીજો બોલ ફેંકતાની સાથે જ કેએલ આગળ વધ્યો અને ઓફ સ્ટંપથી બહારના બેલને બોટમ હેન્ડનો ઉપયોગ કરીને મિડ વિકેટની ઉપરથી સિક્સર ફટકારી હતી.

આ પણ વાંચો: Bihar/ દુલ્હો તો I.N.D.I.A ગઠબંધનમાંથી જ બનશે: લાલુ પ્રસાદ યાદવ

આ પણ વાંચો: Nifty/ શેરબજારનો સુપર મન્ડે,  ઈતિહાસ રચીને નિફ્ટી 20 હજારને પાર; સેન્સેક્સમાં પણ આવી તેજી

આ પણ વાંચો: ‘અદ્રશ્ય’/ જિનપિંગની કેબિનેટ બની અગાથા ક્રિસ્ટીની નોવેલ જેવી રહસ્યમયઃ ચીનના સંરક્ષણ પ્રધાન જ ગાયબ