IND VS WI/ ભારત વિરુદ્ધ T20 સીરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝ ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળી જગ્યા

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (ભારત vs વેસ્ટ ઈન્ડિઝ) એ ભારત સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. કીરોન પોલાર્ડની આગેવાની હેઠળની ટીમ 16 ફેબ્રુઆરીથી ભારત સામે T20 સીરીઝ રમવાની છે.

Sports

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડ (ભારત vs વેસ્ટ ઈન્ડિઝ) એ ભારત સામેની ત્રણ મેચની T20 સીરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. કીરોન પોલાર્ડની આગેવાની હેઠળની ટીમ 16 ફેબ્રુઆરીથી ભારત સામે T20 સીરીઝ રમવાની છે. ઘરઆંગણે T20I સીરીઝમાં ઈંગ્લેન્ડને 3-2થી હરાવ્યા બાદ, વિન્ડીઝ ટીમ ભારતમાં T20I સીરીઝમાં રમશે. 6 ફેબ્રુઆરીથી વેસ્ટ ઈન્ડિઝે પહેલા ભારતમાં ત્રણ મેચની વનડે સીરીઝ રમવાની છે. આ પછી 16, 18 અને 20 ફેબ્રુઆરીએ T-20 સrરીઝની મેચો રમાશે.

આ પણ વાંચો – WI vs ENG / અંતિમ ઓવરમાં હોલ્ડરની શાનદારે હેટ્રિકનાં દમ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમે ઈગ્લેન્ડને 17 રનથી હરાવી સીરીઝ નામે કરી

આપને જણાવી દઇએ કે, ભારતીય ક્રિકેટ ટીમની સાથે વેસ્ટ ઈન્ડિઝને આવતા મહિને ODI અને T20 સીરીઝ રમવા આવવાનુ છે. રાઉન્ડમાં રમાનારી ODI સીરીઝ માટેની ટીમની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી. શનિવારે T20 ટીમની જાહેરાત કરવામાં આવી હતી. ભારતીય પ્રવાસ પર, ટીમને 3 ODI અને તેટલી મેચોની T20 સીરીઝ રમવાની છે. T20 સીરીઝ 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન રમાશે. તમામ મેચો કોલકાતાનાં ઈડન ગાર્ડનમાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે શનિવારે ભારત સાથે રમાનારી T20 સીરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સુકાનીપદ અનુભવી કિરોન પોલાર્ડનાં હાથમાં રહેશે જ્યારે વાઇસ-કેપ્ટન નિકોલસ પૂરન હશે. ઈંગ્લેન્ડ સામેની તાજેતરની સીરીઝમાં રમનારા મોટાભાગનાં ખેલાડીઓને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ટીમમાં અનુભવી ઓલરાઉન્ડર અને ભૂતપૂર્વ કેપ્ટન જેસન હોલ્ડર પણ છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ODI સીરીઝ રમાશે, ત્યારબાદ બંને ટીમો તેટલી જ મેચોની T20 સીરીઝમાં સામ-સામે આવશે. તમામ ODI મેચો અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 6, 9 અને 11 ફેબ્રુઆરીનાં રોજ ODI મેચો રમાશે. T-20 મેચ 16, 18 અને 20 ફેબ્રુઆરીએ કોલકાતાનાં ઈડન ગાર્ડન્સ ખાતે રમાશે.

આ પણ વાંચો – Tennis Rankings / ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બાર્ટી ટોપ પર યથાવત છે, પુરુષોમાં જોકોવિચે ફરી રેન્કિંગમાં પ્રથમ સ્થાને

ભારત સામે વેસ્ટ ઈન્ડિઝની T20 ટીમ:

કિરોન પોલાર્ડ (કેપ્ટન), નિકોલસ પૂરન (વાઈસ-કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, રોસ્ટન ચેઝ, શેલ્ડન કોટ્રેલ, ડોમિનિક ડ્રેક્સ, જેસન હોલ્ડર, શાઈ હોપ, અકીલ હોસેન, બ્રેન્ડન કિંગ, રોવમેન પોવેલ, ઓડિયન સ્મિથ, રોમારીયો શેફર્ડ, કાયલ મેયર્સ, હેડન વોલ્શ.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ કાર્યક્રમ

ODI શ્રેણી

પહેલી ODI 6 ફેબ્રુઆરી (અમદાવાદ)

બીજી ODI 9 ફેબ્રુઆરી (અમદાવાદ)

ત્રીજી ODI 11 ફેબ્રુઆરી (અમદાવાદ)

T20 શ્રેણી

પહેલી T20I 16 ફેબ્રુઆરી (કોલકાતા)

બીજી T20I ફેબ્રુઆરી 18 (કોલકાતા)

ત્રીજી T20 20 ફેબ્રુઆરી (કોલકાતા)