બેંગલુરુ/ પોર્ન સાઈટ પર પોતાનો વીડિયો જોઈને યુવક થયો આશ્ચર્યચકિત… હોટલમાં ગર્લફ્રેન્ડ સાથે…

ફરિયાદી અને તેની પ્રેમિકાએ બેંગ્લોરની એક હોટલમાં થોડો સમય વિતાવ્યો હતો. કેટલાક બદમશોએ બંનેની કેટલીક પ્રાઈવેટ પળોને રેકોર્ડ કરી અલગ-અલગ પોર્ન સાઈટ પર અપલોડ કરી હતી.

Top Stories India
પોર્ન સાઈટ

બેંગલુરુના એક વ્યક્તિએ કર્ણાટક સાયબર, ઈકોનોમિક એન્ડ નાર્કોટિક્સ ક્રાઈમ (CEN) પોલીસમાં તેના અને તેની ગર્લફ્રેન્ડના પ્રાઈવેટ વીડિયો અલગ-અલગ પોર્ન સાઈટ પર વાયરલ થઈ રહ્યા હોવાની ફરિયાદ નોંધાવી છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે જ્યારે એક BPO કર્મચારીએ તેની ગર્લફ્રેન્ડ સાથેનો તેનો પ્રાઈવેટ વીડિયો બેંગ્લોરમાં અલગ-અલગ પોર્ન સાઈટ પર જોયો તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

આ પણ વાંચો : PM મોદીએ કરી તમામ પાર્ટીઓને અપીલ ખુલ્લા મનથી ચર્ચા કરો,જાણો

ફરિયાદી અને તેની પ્રેમિકાએ બેંગ્લોરની એક હોટલમાં થોડો સમય વિતાવ્યો હતો. કેટલાક બદમશોએ બંનેની કેટલીક પ્રાઈવેટ પળોને રેકોર્ડ કરી અલગ-અલગ પોર્ન સાઈટ પર અપલોડ કરી હતી. હકીકતમાં, યુવકે પોલીસને જણાવ્યું કે તે પોર્ન સાઇટ જોતો હતો જ્યારે તેણે ત્યાં પોતાનો અને તેની ગર્લફ્રેન્ડનો વીડિયો જોયો. જો કે અપલોડ કરાયેલા વીડિયોમાં ફરિયાદી અને તેની પ્રેમિકાના ચહેરા ઝાંખા દેખાઈ રહ્યા છે.

ફરિયાદીએ છાતી પરના તેના બર્થમાર્કને ઓળખી કાઢ્યા હતા જેણે તે વીડિયોમાં તે પોતે હોવાનું જણાવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે વીડિયો અલગ-અલગ એંગલથી શૂટ કરવામાં આવ્યો હતો અને તેમને શંકા છે કે તેને ગુપ્ત કેમેરાથી શૂટ કરવામાં આવ્યો ન હતો. જોકે તપાસ જેમ જેમ આગળ વધશે તેમ સત્ય બહાર આવશે. સીએન ક્રાઈમ પોલીસે આ કેસમાં અજાણ્યા બદમાશો સામે તપાસ શરૂ કરી છે. પોલીસે હોટલના કર્મચારીઓની પણ પૂછપરછ કરી અને તેમના નિવેદનો નોંધ્યા છે.

આ પણ વાંચો :બજેટ પહેલા સેન્સેક્સ 660 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યો,નિફટીમાં પણ વધારો

આ પણ વાંચો : તેલંગાણામાં કાર અકસ્માતમાં 4 મહિલાઓના મોત

આ પણ વાંચો :દેશમાં છેલ્લા 24 કલાકમાં 2.09 લાખ કોરોનાનાં કેસ નોંધાયા, સતત ત્રીજા દિવસે મૃત્યુઆંકમાં વધારો

આ પણ વાંચો :અમેરિકાના H-1B વિઝા માટે 1લી માર્ચથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરી શકાશે,જાણો