World News : અમેરિકાએ વિઝાના નિયમો આકરા કરવાની અને ગેરકાયદે રહેતાં ઈમિગ્રન્ટ્સની હાંકલપટ્ટીની કવાયત જારી છે. હાલમાં જ ભારતીયોને મોટી ચેતવણી આપી છે કે, જો અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય રોકાણ કર્યું તો ડિપોર્ટેશન અથવા કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
ભારતમાં યુએસ એમ્બેસીએ ભારતીયોને એલર્ટ આપતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે કે, જો અમેરિકાના જુદા-જુદા વિઝાધારકો પોતાના અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય સુધી રોકાણ કરતાં જોવા મળ્યાં તો તેમણે દેશનિકાલ અથવા યુનાઇટેડ સ્ટેટ્સની મુસાફરી પર કાયમી પ્રતિબંધ જેવી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.X પર પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં એમ્બેસીએ જણાવ્યું હતું કે, ‘જો તમે તમારા અધિકૃત રોકાણ સમયગાળા કરતાં વધુ સમય માટે અમેરિકામાં રહેતાં હશો, તો તેમનો દેશનિકાલ (ડિપોર્ટેશન) કરવામાં આવી શકે છે. અથવા ભવિષ્યમાં અમેરિકામાં પ્રવેશ પર કાયમી પ્રતિબંધનો સામનો કરવો પડી શકે છે.
If you remain in the United States beyond your authorized period of stay, you could be deported and could face a permanent ban on traveling to the United States in the future. pic.twitter.com/VQSD8HmOEp
— U.S. Embassy India (@USAndIndia) May 17, 2025
’આ ચેતવણી/સલાહ એવા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડશે જેઓ વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા જેવા વિવિધ નિશ્ચિત સમય આધારિત વિઝા પર અમેરિકા જઈ રહ્યા છે. અથવા અમેરિકામાં રહે છે. જેમની પાસે રોકાણનો પોતાનો અધિકૃત સમયગાળો છે. આ સલાહનો હેતુ વિવિધ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર યુએસ જતાં મુસાફરોને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા યુએસમાં પ્રવેશ કરતી વખતે આપવામાં આવેલા સમય મર્યાદાનું કડક પાલન કરવાની યાદ અપાવવાનો છે.
આ ચેતવણી/સલાહ એવા તમામ ભારતીય નાગરિકોને લાગુ પડશે જેઓ વર્ક વિઝા, સ્ટુડન્ટ વિઝા, ટુરિસ્ટ વિઝા જેવા વિવિધ નિશ્ચિત સમય આધારિત વિઝા પર અમેરિકા જઈ રહ્યા છે. અથવા અમેરિકામાં રહે છે. જેમની પાસે રોકાણનો પોતાનો અધિકૃત સમયગાળો છે. આ સલાહનો હેતુ વિવિધ નોન-ઇમિગ્રન્ટ વિઝા પર યુએસ જતાં મુસાફરોને ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા યુએસમાં પ્રવેશ કરતી વખતે આપવામાં આવેલા સમય મર્યાદાનું કડક પાલન કરવાની યાદ અપાવવાનો છે.
અગાઉ એપ્રિલમાં યુએસ હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિષ્ટી નોએમે અમેરિકામાં 30થી વધુ દિવસ સુધી રોકાણ કરનારા તમામ વિદેશીઓને એલિયન રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવવાની જરૂરિયાત દર્શાવી હતી. જેમાં તમામ વિદેશીઓ કે જેઓ 30થી વધુ દિવસ સુધી અમેરિકામાં રહેવાના છે, તેઓએ ફેડરલ ઓથોરિટી સાથે રજિસ્ટ્રેશન કરાવવુ જરૂરી છે. જો રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય તો ગુનાહિત દંડ કે જેલની સજાનો ભોગ બની શકો છો.
આ પણ વાંચો:મોતના વરસાદમાં તરબોળ શહેર! સુમી પર રશિયાનો વિનાશક મિસાઇલ હુમલો, 24 લોકોના મોત
આ પણ વાંચો:રશિયાના પરમાણુ બોમ્બર એરબેઝ પર યુક્રેનનો ઘાતક હુમલો, મોટા વિસ્ફોટ કર્યા
આ પણ વાંચો:રશિયા-યુક્રેન યુદ્ધનો અંત! ટ્રમ્પ સાથે વાતચીત બાદ પુતિન સંમત થયા, હવે શરતો પર ચર્ચા થશે

