sucide/ અમદાવાદના જાણીતા RJના પિતાએ કરી આત્મહત્યા,સ્યુસાઇડ નોટ મળી આવી,જાણો

અમદાવાદના પ્રખ્યાત આરજે કુણાલના પિતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર હતપ્રભ થઇ ગયો છે. તેમના પિતાનું મૃતદેહ જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મળી આવ્યો છે.

Top Stories Gujarat

અમદાવાદના પ્રખ્યાત આરજે કુણાલના પિતાએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર હતપ્રભ થઇ ગયો છે. તેમના પિતાનું મૃતદેહ જનતા નગર રેલવે ક્રોસિંગ પાસેથી મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,અને તપાસ હાથ ધરી હતી.

ઉલ્લેખનીય છે કે શહેરના જાણીતા અને  મશહુર આરજે એટલે રેડિયો જોકી કુણાનના પિતાએ આત્મહત્યા કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. આરજે કુણાલના પિતા ઇશ્વરભાઇ દેસાઇએ રેલવે ટ્રેક પર આત્મહત્યા કરી લીધી હતી,તેમણે એખ સ્યુસાઇડ નોટ લખી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ અંગેની જાણ પોલીસને થતી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે, અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે સ્યસાઇટ નોટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે .આ કેસમાં કુણાલી પત્ની જવાબદાર હોવાનું બહાર આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, સમગ્ર શહેરને મિર્ચી મુર્ગા નામે હસાવનાર અને આ શો થકી જાણીતો બનેલો રેડિયો જોકી RJ કૃણાલના પિતા ઈશ્વરભાઈ વાલાભાઈ દેસાઈએ રેલવે ટ્રેક પર આપઘાત કર્યો છે. તેમણે એક સ્યુસાઇડ નોટ લખીને જીવન ટૂંકાવી લીધું છે. પિતાના આપઘાતના સમાચાર મળતા પોલીસ પહોંચી હતી. પોલીસ દ્વારા અકસ્માતે મોત નોંધવામાં આવ્યું છે. સોલા હાઈકોર્ટ પોલીસે અકસ્માતે મોત નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે હાલ સૂસાઈડ નોટ કબ્જે કરી છે. આત્મહત્યા અંગે કૃણાલની અગાઉની પત્ની ભૂમિ પંચાલના પરિવારજનો જવાબદાર હોવાનું સામે આવ્યું છે.