ચેન્નાઇમાં રમાયેલી ભારત-ઈગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આખરે ભારતે પોતાના નામે કરી દીધી છે. આ જીત બાાદ ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં મોટો ફાયદો થયો છે. તેણે ચોથી સ્થાનથી ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી અને આ જીત બાદ હવે તે બીજા નંબરે આવી ગઇ છે. ભારતીય ટીમનાં 69.7 ટકા છે અને તેના 460 પોઇન્ટ છે.
અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનને મળેલી મનસ્વી પરિસ્થિતિમાં ઇંગ્લેન્ડને તેમની સ્પિન ટ્રેપમાં ફસાવીને ભારતને બીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં મંગળવારે ચોથા દિવસે 317 રનની વિક્રમી જીત અપાવી દીધી છે. હવે સીરીઝ 1-1 થી બરાબર થઇ ગઇ છે. આપને જણાવી દઇએ કે, પટેલે 60 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ લેનાર તે નવમો ભારતીય બન્યો છે. ભારતની બીજી ઇનિંગમાં સદી ફટકારનારા અશ્વિને 53 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ યાદવે (25 રનમાં 2 વિકેટ) બાકીની બે વિકેટ ઝડપી હતી. જણાવા દઇએ કે, ઇંગ્લેન્ડે 482 રનનાં લક્ષ્યાંકનો પીછો કર્યો પરંતુ ચોથા દિવસે બપોરનાં ભોજન બાદ તુરંત જ 164 રનમાં ઠાર થઇ ગઈ હતી. રનની દ્રષ્ટિએ આ ભારતની પાંચમી મોટી જીત છે. તેણે ઇંગ્લેન્ડ સામેની તેની અત્યાર સુધીની સૌથી મોટી જીત નોંધાવી છે. આ પહેલા 1986 માં તેણે લીડ્સમાં 279 રનથી જીત મેળવી હતી. વિરાટ કોહલીનાં નેતૃત્વમાં ભારતે સૌથી મોટી 6 જીતમાંથી 5 જીત નોંધાવી છે.
💯 for @ImRo45 💥
Fifties for @ajinkyarahane88, @RishabhPant17 & @imVkohli 👍
Fifer on debut for @akshar2026 👌
💯 & 8⃣ wickets in the match for @ashwinravi99 👏#TeamIndia beat England by 317 runs to win the 2nd @Paytm #INDvENG Test.Scorecard 👉 https://t.co/Hr7Zk2kjNC pic.twitter.com/rv1Qt1PrlT
— BCCI (@BCCI) February 16, 2021
વળી, પ્રથમ ટેસ્ટ મેચ જીત્યા બાદ પ્રથમ સ્થાને આવેલી ઇંગ્લેન્ડને બીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તે હવે ચોથા સ્થાને આવી ગઈ છે. તેના 67 ટકા અને 442 પોઇન્ટ છે. ન્યૂઝીલેન્ડ 70 ટકા અને 420 પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને છે. તે પહેલાથી જ WTC નાં ફાઇનલ્સ માટે ક્વોલિફાય થઈ ચૂકી છે. ઓસ્ટ્રેલિયા 69.2 ટકા અને 332 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
Cricket / પંતે સ્ટમ્પ આઉટ કરી ધોનીની અપાવી યાદ, અશ્વિન પણ જોઇને ચોંકી ઉઠ્યો
Cricket / IPL માટે ખેલાડીઓની હરાજીની યાદીમાં ગુજરાતનાં 17 ખેલાડીઓનો સમાવેશ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
